શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 17 ફેબ્રુઆરી 2014 (18:15 IST)

બ્રિટિશ ઈતિહાસકારે સુરતમાં આવીને કર્યો બકવાસઃ ભગતસિંહ અને ચંદ્રશેખરને આતંકવાદી ગણાવ્યા

P.R
એક બ્રિટિશ ઈતિહાસકારે પોતાના લેક્ચર દરમિયાન ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને આતંકવાદી કહેતા નવો જ વિવાદ ઉભો થયો છે. યુનિવર્સિટી ઓફ વોરવિકમાં ઈતિહાસના પ્રોફેસર ડેવિડ હાર્ડિમને શુક્રવારે એક લેક્ચર દરમિયાન ભારતીય સ્વતંત્રતા આંદોલનના શહીદો ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને આતંકી સમૂહોના સભ્યા કહ્યા હતા. હાર્ડિમને ભગતસિંહ અને આઝાદના સ્વતંત્રતા માટે કરાયેલા કાર્યોને આતંકવાદી ગતિવિધિ ગણાવ્યા હતા. હાર્ડિમનની આ વાતનો જ્યારે વિરોધ થયો ત્યારે તેમણે કહ્યું કે, આ શબ્દોનો પ્રયોગ તેમણે અપમાનજનક અર્થમાં નહોતો કર્યો.

હાર્ડિમન સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના 14મા આઈપી દેસાઈ મેમોરિયલ લેક્ચર દરમિયાન નોનવાયોલેન્ટ રેસિસ્ટેન્સ ઈન ઈન્ડિયા ડ્યૂરિંગ 1915-47 વિષય પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, દરેક અહિંસક આંદોલનની સાથે એક હિંસક સમૂહ પણ હતો જેનો ઉદ્દેશ્ય પણ સમાન હતો. આ સમૂહ મોટાભાગે વિસ્ફોટો, ગોળીબાર અને હત્યા જેવી આતંકી ગતિવિધિઓને અંજામ આપતો. તેનાથી અહિંસક આંદોલનને ફાયદો થતો કારણકે, સત્તાતંત્રને લાગતું કે ખતરનાક આતંકીઓ કરતા અહિંસકલ લોકો સાથે વાત કરવી વધારે સરળ છે.

હાર્ડિમને આગળ જણાવ્યું કે, મહાત્મા ગાંધીથી પહેલા આ આતંકવાદી સંગઠન તેમના આંદોલન દરમિયાન પણ સક્રીય રહ્યા. જેમાં ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા લોકો મુખ્ય રૂપે હતા જે હિંદુસ્તાન રિપબ્લિક એસોસિયેશન અને હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મી સાથે જોડાયેલા હતા. હાર્ડિમનનો જન્મ 1947માં રાવલપિંડીમાં થયો હતો જ્યાં તેમના પિતા એક બ્રિટિશ આર્મી ઓફિસર તરીકે તૈનાત હતા.

હાર્ડિમનની આ ટિપ્પણીનો સ્થાનિક લોકો તેમજ નેતાઓએ જોરદાર વિરોધ કર્યો છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની કાર્યકારી પરિષદના સભ્ય ઉન્મેશ પંડ્યાએ જણાવ્યું કે, આતંકવાદી જેવા શબ્દ સ્વાતંત્ર્ય સેનાની માટે ન બોલાવા જોઈએ. તેમને એક્સ્ટ્રીમિસ્ટ કહી શકાય પરંતુ ટેરરિસ્ટ જરાય નહીં.