ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ભટ્ટની રિમાંડ રિવિઝન અરજી પર 30મીએ ચુકાદો

આઈપીએસ અધિકરી સંજીવ ભટ્ટને સાત દિવસના રિમાંડ પર મેળવવાની રાજ્ય સરકારની અરજી ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એ ફગાવી દીધા બાદ સરકારે રિમાંડ રિવિઝન અરજી ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ કરી હતી. જે અરજી ટકવાને પાત્ર છે કે તે અંગેના સવાલ ઉભા થવા પામ્યા હતા. જે અરજી પર પત્રકારોની સુનાવણીના અંતે ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ જી.એન પટેલ એ અરજી પર પોતાનો નિર્ણય 30મીએ જાહેર કરશે.

ગોધરા ટ્રેનકાંડ બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં હિન્દુઓને પોતાનો રોષ ઠાલવવા દેવાની સૂચના આપવામાં આવી હતી. તે અંગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવીટ કરી સરકર સામે સીધે સીધો ગંભીર આક્ષેપ કરનારા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની તાજેતરમાં કે.ડી પંથને ખોટા સોગંધનામા કરાવવાના પ્રકરણમાં ધરપકડ કરી સાબરમતી જેલના હવાલે કરવામાં આવ્યા છે.