શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 2 મે 2012 (09:28 IST)

ભરૂચ કે ગુજરાત માટે જે કંઈ કરુ તે મારી ફરજ છે - અહેમદ પટેલ

P.R
ભરૂચ બ્રિજના સમગ્ર કામને મંજૂર કરાવવામાં અહેમદ પટેલનો ફાળો મુખ્ય રહ્યો છે અને ભૂમિપુજન પ્રસંગે તેમને ઉપસ્થીત રહેવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો હતો. જો કે અહેમદ પટેલે તેના જવાબમાં જણાવ્યુ હતુ કે મારે ઉપસ્થીત રહીને ક્રેડીટ લેવી નથી, મેં જે કર્યુ છે તે મારી ફરજનો એક ભાગ છે. ઉંટ પણ મરે તો મારવાડ સામું જુએ તો પછી ભરૂચ કે ગુજરાત માટે હુ જે કાંઈ કરૂ તેની ક્રેડીટ મારાથી ન લેવાય.

વિધાનસભા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહે આ આખોય પ્રસંગ જણાવ્યો હતો દાવો પણ કર્યો હતો કે ભરૂચ હાઈવે સીક્સ લેનના ભૂમિ પ્રસંગે કોઈ પણ જાતના ભેદભાવ અને પાર્ટી પોલિટીક્સથી દૂર રહીને ભાજપાના નેતાઓ અને અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યા હતા અને તેમને ભાષણની પુરી તક પણ આપવામાં આવી હતી.

શક્તિસિંહે જણાવ્યું હતું કે લોકશાહીમાં સરકારી કાર્યક્રમે રાજકીય કાર્યક્રમ કે વ્યક્તિલક્ષી કાર્યક્રમને બદલે સાચા અર્થમાં સરકારી કાર્યક્રમનું આયોજન સી.પી.જોષીએ કર્યુ હતુ. ગુજરાત સરકાર પણ સાદગી અને સૌને સાથે રાખીને સરકારી કાર્યક્રમો યોજવાનુ આ કાર્યક્રમથી શીખે તેવી અપેક્ષા છે. આ પ્રસંગે રાજ્યના બાંધકામ મંત્રી આનંદીબેન પટેલે પણ કેન્દ્ર સરકાર દ્રારા મળેલી માતબર રકમને આવકારી હતી. રાજ્યના વિકાસની વિગતો પણ આનંદીબેન પટેલે આપી હતી