બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ભાજપ ચૂંટણી સમિતિ આજે 87 ઉમેદવારોના નામ જાહેર કરી દેશે

.
P.R
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 15 જિલ્લાની 87 બેઠક માટેની ભાજપના મોટાભાગના ઉમેદવારોના નામ આજે તા. 22મી નવેમ્બર મોડી સાંજે અથવા તા. 23મી શુક્રવાર સુધીમાં જાહેર થઈ જશે. જ્યારે બાકી રહેલા ઉમેદવારને તા. 23ની રાત્રે ફોન દ્વારા જાણ કરી દેવામાં આવશે. તેમ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ 182 શક્યત ઉમેદવારોના નામની યાદી લઈ ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પરસોત્તમ રૂપાલા, ભાજપના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા ગુરૂવારે દિલ્લી જશે. જ્યા યોજાનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ યાદી રજૂ કરવામાં આવશે અને કેન્દ્રીય નેતાઓ દ્વારા તેને બહાલી આપવામાં આવશે.

સૂત્રોએ એમ પણ જણાવ્યુ કે આજે તા. 22મી નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થનાર હોવાથી ગુજરાત વિધાનસભાના ઉમેદવારોના નામોને મંજૂર કરવા ભાજપને કેન્દ્રીય નેતાગીરી વધુ સમય નહી બગાડે અને માત્ર ઔપચારિકતા પુરી કરી ઝડપભેર આ યાદી મંજૂર કરી દેવાશે. ભાજપની કેન્દ્રીય નેતાગીરી દ્વારા આવતીકાલે પ્રથમ તબક્કાની ચૂંટણીની જાહેરાત કરી દેવાય તેવી શક્યતા છે. જ્યારે કે 87 પૈકી બાકી રહેલા ઉમેદવારોને 23મીએ મોડી રાત સુધીમાં જાણ કરી દેવાશે.

24મી નવેમ્બર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ગુરૂવાર અને શુક્રવાર સુધીમાં નામો નક્કી કરવાની મોટાભાગની પ્રક્રિયા આટોપી લેવાશે. જ્યારે 17મી ડિસેમ્બરના રોજ યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હોવાથી બાકી રહેલા 12 જિલ્લાઓની 95 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત 29મી સુધીમાં કરી દેવામાં આવશે. નવી દિલ્લી ખાતે આજે 22 નવેમ્બરના રોજ મળનારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતીષ પણ ખાસ હાજ્રર રહેશે. મુખ્યમંત્રી મોદી પણ દિલ્લીમાં હાજર રહેશે.