ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ, , ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (16:23 IST)

ભાજપ હાઈકમાન્ડ દ્વારા અમદાવાદ કોર્પોરેશનના નિરીક્ષકોની કુલ બાર ટીમની જાહેરાત

ભાજપ હાઈકમાન્ડ દ્વારા અમદાવાદ કોર્પોરેશનના નિરીક્ષકોની કુલ બાર ટીમની જાહેરાત કરાઈ છે. આ બાર ટીમના કુલ છત્રીસ સભ્ય હોઈ તેમાં રાજ્ય મંત્રી મંડળના રાજ્ય કક્ષાના મંત્રીઓ રજનીકાંત પટેલ, શંકર ચૌધરી તેમજ નાનુભાઈ વાનાણી વગેરનો સમાવેશ થાય છે.

ભાજપના પ્રદેશ પ્રવકતા આઈ. કે. જાડેજાએ આજે છ કોર્પોરેશનના નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી. જેમાં અમદાવાદ કોર્પોરેશનના નિરીક્ષકોમાં જીતુભાઈ સુખડિયા, મંગુભાઈ પટેલ, બાલકૃષ્ણ શુકલ, સી.ડી. પટેલ, આત્મારામ પરમાર, જયંતિ બારોટ, પ્રદિપસિંહ વાઘેલા, નીમાબહેન આચાર્ય, દર્શનાબહેન જશદોશ, ડો. જ્યોતિબહેન પંડ્યા, મનીષા વકીલ વગેરેનો સમાવેશ થાય છે.

વડોદરા કોર્પોરેશનના નિરિક્ષકોમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજા, પૂર્વ ઔડા ચેરમેન ધર્મેન્દ્ર શાહ, વર્તમાન ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, સાંસદ ડો. કિરીટ સોલંકી, દર્શનાબહેન વાઘેલા, મધુબહેન પટેલનો સુરત કોર્પોરેશનના નિરીક્ષકો તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશિક પટેલ, મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહ અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલ અમદાવાદના મેયર મિનાક્ષીબહેન પટેલ, યમલ વ્યાસ વગેરેને ફરજ સોંપાઈ છે.

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહન કુંડારિયા તેમજ વિભાવરીબહેન દવે વગેરેને જામનગર કોર્પોરેશન, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા, નાણામંત્રી સૌરભ પટેલ, ડો. ભારતીબહેન શિયાળ વગેરેને રાજકોટ કોર્પોરેશન અને વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણી, મંત્રી ગોવિંદ પટેલ, વર્ષાબહેન દોશીને વગેરે ભાવનગર કોર્પોરેશનની જવાબદારી સોંપાઈ છે.

અમદાવાદ કોર્પોરેશન માટે નિરીક્ષકોની સૌથી વધુ કુલ બાર ટીમ, સુરત માટે સાત, વડોદરા માટે પાંચ, જામનગર અને ભાવનગર માટે ત્રણ-ત્રણ રાજકોટ માટે ચાર ટીમની જાહેરાત કરાઈ છે. દરેક ટીમમાં ત્રણ સભ્ય છે જે આગામી તા. ૬, ૭, ૮ સપ્ટેમ્બર દરમિયાન આ મહાનગરોમાં જઈને વોર્ડ કક્ષાએ રજુઆત કરશે. પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ દ્વારા કુલ ૩૪ ટીમની નિરીક્ષકોની જાહેરાત કરાઈ છે.