શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ભાજપા બન્યો સત્તાલક્ષી - ગોવિંદાચાર્ય

ભાજપે પ્રજાલક્ષી નીતિ અપનાવવી જોઈએ. પરંતુ તેને સત્તાલક્ષી નીતિ અપનાવી છે. ભાજપા પણ એક પ્રકારનો ભગવા રંગનો કાગ્રેસ પક્ષ જ છે. ભાજપા હવે સત્તાલક્ષી પક્ષ બની ગયો છે. પ્રજાના પ્રશ્નો ઊકેલવા માટે પ્રયત્ન કરતો નથી.      
ગોવિંદાચાર્ય

ગુજરાત સરકારે ધનવાન અને મુડીવાદીઓ તરફી નીતિ અપનાવવાને બદલે નરસિંહ મહેતા અને મહાત્મા ગાંધીએ બતાવેલા માર્ગ તરફી તેમના વિચારોની નીતિ અપનાવવી જોઈએ એવું રાષ્ટ્રવાદી મોરચાના સંયોજક ગોવદાચાર્યએ અહીં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

એક સમયે થીંક ટેન્ક ગણાતા ભાજપાના પૂર્વ મહામંત્રી ગોવિંદાચાર્યે ભાજપા છોડી નીકળી ગયા બાદ હાલમાં રાષ્ટ્રવાદી મોરચાની સ્થાપના કરી છે. મોરચાના ગુજરાતના ઘટક પક્ષ મહાગુજરાત જનતા પાર્ટી આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા પધારેલા ગોવદાચાર્યએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે સમૃદ્ધિ સેવવાની મનોકામનાને બદલે સંસ્કૃતિનું સમન્વય કરવું જોઈએ.

એનેક્ષી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, પહેલાના ભાજપમાં આગેવાનો અને કાર્યકરો એક વૈચારિક પક્ષ તરીકે કામ કરતા હતા. અત્યારનો ભાજપ વૈચારિક તેમજ કુશળ કાર્યકરોનો પક્ષ રહ્યો નથી. કોઈપણ પ્રકારે સત્તા હાંસલ કરવાવાળો સત્તાલક્ષી પક્ષ બની ગયો છે.
ગુજરાતમાં મુડીવાદીઓને પ્રોત્સાહન આપે છે. પરંતુ પ્રજાના પ્રશ્નો ઊકલવાની ચિંતા નથી. સુરતમાં રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે. તેના ઊકેલ માટે સરકાર સંવેદનશીલ પણ નથી.

તેમણે કહ્યું કે, ભાજપે પ્રજાલક્ષી નીતિ અપનાવવી જોઈએ. પરંતુ તેને સત્તાલક્ષી નીતિ અપનાવી છે. ભાજપા પણ એક પ્રકારનો ભગવા રંગનો કાગ્રેસ પક્ષ જ છે. ભાજપા હવે સત્તાલક્ષી પક્ષ બની ગયો છે. પ્રજાના પ્રશ્નો ઊકેલવા માટે પ્રયત્ન કરતો નથી. ગાંધીનગરમાં ધાર્મિક સ્થળો તોડવામાં આવે છે તેને બદલે પુજા સ્થાનોની પુનઃ સ્થાપના કરવી જોઈએ.