શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , બુધવાર, 17 જૂન 2009 (11:07 IST)

મહાઠગને વધુ 10 દિવસના રિમાન્ડ

N.D

એકના ત્રણ ગણા નાણાં કરી આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર મહાઠગ ડો.અશોક જાડેજા અને તેની પત્ની નીતુ જાડેજાને એડીશનલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ આર.એમ. પરીખે દસ દિવસના પોલીસ રિમાન્ડ ઊપર સાપવાનો હુકમ કર્યો છે.

સીઆઈડી ક્રાઈમે મહાઠગ ડો.અશોક જાડેજા અને તેના પત્ની નીતુ જાડેજાની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી એવી રજુઆત કરી હતી કે આરોપી પાસેથી સોનાનો મુગટ કબજે કરવાનો બાકી છે. આરોપી પોતે વહાણવટી સિકોતર માતાના ભકત ગણાવી સોનાનો મુગટ ધારણ કરી છેતરપિંડી આચરતો હતો.

આરોપી પાસે સ્કોર્પીઓ કાર કબજે કરવાની છે. જયારે નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા આરોપીની કસ્ટડીની જરૂરીયાત છે. આરોપીઓએ લોકોના કરોડો રૂપિયા ચાંઊ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેની પાસે વધુ મુદ્દામાલ રીકવર કરવા 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહાઠગ અશોક જાડેજા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં પાંચ ફરીયાદ નોધાઇ છે.