ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 4 જુલાઈ 2016 (11:02 IST)

મુંબઈ નજીકના દહાણુ ખાતે ટ્રેનના 11 ડબ્બા પાટા ઉપરથી ઉતર્યા, ગુજરાત તરફ આવતી અનેક ટ્રેન વિલંબમાં

મુંબઈ નજીકના દહાણુ ખાતે ટ્રેનના 11 ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા પશ્ચિમ રેલ્વેનો લાંબા અંતરનો વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. જો કે રાહતની વાત એ છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વિરારથી ચર્ચ ગેટ વચ્ચે લોકલ ગાડી દોડી રહી છે. આ અકસ્માત રાત્રે 2.50  કલાકે થયો હતો. એક માલગાડી દહાણુ તરફ જઈ રહી હતી ત્યારે તેના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
 
   અકસ્માતની માહિતી મળતા જ રેલ્વે બચાવ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેલ્વે ટ્રેકને ઠીકઠાક કરવાના કામમાં લાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ મુંબઈથી અમદાવાદ અને દિલ્હી જતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. જે ટ્રેન રદ કરવામાં આવી છે તેના નંબર છે 19011, 19023, 12009, 12935, 09021, 19023, 12915, 12471, 59045 અને 59009 છે.
 
   દિલ્હી અને ગુજરાત તરફથી આવતી લાંબા અંતરની ટ્રેનો પણ અલગ અલગ સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેના જણાવ્યા પ્રમાણે વલસાડ, નવસારી અને પાલઘર સ્ટેશનો પરથી બસ થકી મુસાફરોને લઈ જવાના પ્રયાસો ચાલુ છે. આ માટે તંત્રની મદદ લેવામા આવી છે.