મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 23 માર્ચ 2013 (18:27 IST)

મોદી પર ટિપ્પણીને લઈને ગુજરાત વિધાનસભામાં હંગામો

.
P.R
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસ્ના એક સાંસદે 'આપત્તિજનક' ટિપ્પણી પછી ગુજરાત વિધાનસભામાં આજે જોરદાર હંગામો મચ્યો. નારાજ ભાજપા સભ્યોએ આ ટિપ્પણીઓ વિરુદ્ધ વિપક્ષ ધારાસભ્યને માફી માટે મજબૂર કર્યા

વિધાનસભામાં આજે પ્રશ્નોતરી વખતે કોંગ્રેસના જશુભાઇ બારડે રાજ્યમાં સિંહોની સંખ્યા કેટલી અને સરકારે તેમનાં રક્ષણ માટે શું કામગીરી કરી તે પ્રશ્ન પૂછ્યો હતો. રાજ્યકક્ષાના વનમંત્રી ગોવિંદ પટેલે જવાબો આપ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા પેટાપ્રશ્ન માટે ઊભા થયા અને તેમણે એવો સવાલ કર્યો કે સિંહોની વસ્તી વધારવા માટે મુખ્યમંત્રીનું યોગદાન છે કે કેમ ? તેમનો પ્રશ્ન પૂછવાનો આશય એ પણ હતો કે ભાજપના ધારાસભ્યો ગુજરાતમાં વિકાસ માટે મુખ્યમંત્રી મોદીના પ્રયત્નોથી જ સર્વાંગી વિકાસ થઇ શક્યો છે. આમ, બધું જ મુખ્યમંત્રી મોદીના કારણે થયું છે તો સિંહોની વસ્તી વધારવા માટે પણ મુખ્યમંત્રી મોદી દ્વારા કોઈ પગલા લેવાયા છે કે કેમ એવા આશયથી પુછાયેલો આ પ્રશ્ન ચાવડા અને કોંગ્રેસ માટે બુમરેંગ સાબિત થયો હતો.

ચાવડાના આવા અભદ્ર નિવેદનથી તરત જ અધ્યક્ષ વજુભાઇ વાળા અત્યંત રોષે ભરાયા હતા કેમ કે આ અગાઉના એક પ્રશ્નની ચર્ચામાં કોંગ્રેસના બાવકુ ઉંઘાડે સરકાર ગાજર લટકાવે છે એવું બોલતાં અધ્યક્ષ તેમના પર ગુસ્સે થયા હતા અને તેમને તતડાવ્યા હતા. બાવકુ ઉંઘાડનો મામલો શાંત પડ્યો ન પડ્યો અને કોંગ્રેસના જ એક બીજા સભ્યએ અભદ્ર ઉચ્ચારણે અને તે પણ મુખ્યમંત્રી માટે ઉચ્ચારતાં મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યોમાં ખળભળાટ મચી ગયો હતો અને સૌ કોઇ પોતાના જ સ્થાન પર ઊભા થઈને રોષ વ્યક્ત કરતા હતા. અધ્યક્ષે તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાનમાં ભાજપના કેટલાંક સભ્યોએ જવાહર ચાવડાની વિરુદ્ધમાં સૂત્રો પણ પોકાર્યાં અને આ પ્રકારની ગેરશિસ્ત આચરનારને સભાગૃહની બહાર કાઢી મૂકવાની લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી. જો કે મુખ્યમંત્રી મોદીએ તેમા કોઈ દરમિયાનગીરી કરી નહોતી તો સામાપક્ષે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ કોઈ દરમિયાનગીરી કરી નહોતી. કેમ કે તેમનાં જ પક્ષના એક સભ્ય દ્વારા કરાયેલા વિવાદસ્પદ ઉચ્ચારણોને કારણે કોંગ્રેસને શરમજનક સ્થિતિમાં મુકાઇ જવું પડ્યું હતું.