શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

મોદી સરકાર કોડનાની, બજરંગી સહિત 10 માટે ફાંસી માંગશે

.
P.R
ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર નરોડા પાટિયા જનસંહાર કેસમાં દોષી પોતાના પૂર્વ મંત્રી માયા કોડનાની અને પૂર્વ વીએચપી નેતા બાબૂ બજરંગી સહિત 10 દોષીઓને ફાંસી આપવાની અપીલ કરવા જઈ રહી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કોડનાની એક સમયે મોદીની ખાસ વ્યક્તિ હતી. રમખાણો દરમિયાન કત્લેઆમમાં નામ આવ્યા છતા 2008માં કોડનાનીને મહિલા અને બાલ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

એસઆઈટી સૂત્રો મુજબ ગુજરત સરકાર કાયદા વિભાગે એસઆઈટી કોર્ટના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં ચેલેંજ કરવાની એસઆઈટીની માંગને મંજૂર કરી લીધી છે. એસઆઈટી આ નરસંહારમાં મુખ્ય ભૂમિકા ભજવનરા 10 દોષીયોને ફાંસીની સજા ઈચ્છે છે. જેમા કોડનાની, બજરંગી, નરેશ, મોરલી સિંધી, હરેશ રાઠોડ, સુરેશ, પ્રેમચંદ તિવારી, મનોજ સિંધી, બિપિન પંચાલ અને સુરેશ ઉર્ફ શહજાદનો સમાવેશ છે.

સામાન્ય રીતે લોઅરના નિર્ણયને હાઈકોર્ટમાં ચેલેંજ કરવાની સમયસીમા ત્રણ મહિના હોય છે, પણ ગુજરાત સરકારે પોતાની પૂર્વ મંત્રીની ફાંસીની સજા માટે મોતની સજાની માંગને મંજૂરી આપવા માટે 7 મહિનાનો સમય લગાવી દીધો. એસઆઈટી 31 ઓગસ્ટ 2012ના સ્પેશલ કોર્ટના નિર્ણય પછી હાઈકોર્ટમાં અપીલ કરવા માંગતી હતી.


વધુ વાંચવા આગળ ક્લિક કરો


P.R
ઓગસ્ટ 2012માં અમદાવાના સ્પેશયલ કોર્ટે નરોડા પાટિયા નરસંહારમાં 32 આરોપીઓને દોષી કરાર આપ્યો હતો, જ્યારે કે 29ને પુરાવોના અભાવમાં છોડી દેવામાં આવ્યા હતા. કોર્ટે કોડનાનીને 28 વર્ષની સજા સંભળાવી હતી. પૂર્વ બીએચપી નેતા બાબૂ પટેલ ઉર્ફ બજરંગીને કોર્ટે મરતા સુધી જેલની સજા સંભળાવી હતી. કોડનાની અને બજરંગી નરોડા ગામ રમખાણો કેસના પણ આરોપી છે. આ કેસનો નિર્ણય થવો હજુ બાકી છે.

મોદી સરકારે અન્ય દોષીઓની સજા વધારવાનુ પણ નક્કી કરી લીધુ છે. આ માટે તેઓ જલ્દી જ આવા 22 દોષીઓની સજા 30 વર્ષ કરાવવા માટે અપીલ કરશે. જેમણે કોર્ટે 14 વર્ષની સજા સંભળાવી છે. આ ઉપરાંત ગુજરાત સરકાર પુરાવાના અભાવે છૂટી ગયેલા 29 આરોપીઓમાંથી 7ને સજા અપાવવા માટે અપીલ કરશે.

મોદી સરકારે આ અપીલો માટે હાઈકોર્ટ તરફથી મંજૂરી લેશે. ગુજરાત હાઈકોર્ટમાં પ્રશાંત દેસાઈ, અલ્પેશ અને ગૌરંગ વ્યાશ આ અપીલો પર વકાલાત કરશે. ગૌરંગ વ્યાસે જણાવ્યુ કે સરકારન આ કાયદાકીય વિભાગે અપીલ કરવાનો નિર્ણય પહેલા જ લઈ લીધો હતો.