શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 27 મે 2010 (16:41 IST)

મોદીએ અમિતાભને કહ્યું.. થેકન્યુ સર

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પર્યટનને બળ આપવા માટે સહકાર આપનાર ફિલ્મ અભિનેતા બચ્ચનને ધન્યવાદ આપ્યાં છે.

ND
N.D
મુખ્યમંત્રી મોદીએ પોતાના બ્લોગ પર લખ્યું છે કે, ગુજરાતમાં ભીષણ ગરમી પડી રહી છે રાજ્યનું તાપમાન અકલ્પનીય રીતે 48.5 ડીગ્રી સુધી પહોંચી ગયું છે. સામાન્ય ચોમાસાના અનુમાનથી એવી આશા બંધાણી છે કે, સારો વરસાદ પડશે અને ખેડૂતોને ફાયદો થશે.
મોદીએ આગળ લખ્યું છે કે, અમારા માટે એ મોટી વાત છે કે, અમિતાભ બચ્ચન આવી કાળઝાળ ગરમીના દિવસોમાં ગુજરાતના પર્યટનને વેગ આપવા માટે અહીં આવી રહ્યાં છે અને હું તેમનું સ્વાગત કરું છું.

મોદીએ લખ્યું કે, ગુજરાત તેમની મુલાકાત માટે ઉત્સાહિત છે અને એક ભવ્ય સ્વાગતની રાહ જોઈ રહ્યું છે.