શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 21 જૂન 2012 (10:50 IST)

મોદીના સમર્થકોએ પટનાની ટ્રેનમાં ફૂલ વહેંચ્યા !!

P.R
ગુજરાતના વડોદરામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થકોએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા પરોક્ષ રીતે થયેલી મોદીની આલોચનાના જવાબમાં ગાંધીગિરી અપનાવી છે.

મોદીના આ સમર્થકો પટના જતી ટ્રેનના મુસાફરોને ફૂલ વહેંચી રહ્યા છે અને કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ખુબજ સારા વ્યકિત છે, અને તેમણે ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા માટે ખુબજ યોગદાન આપ્યું છે.

સાથે-સાથે આ લોકોનું એમ પણ કહેવું છે કે મોદી જેવા વ્યકિતનું સમર્થન સૌએ કરવુ જોઇએ. હવે જોવાનું એ રહેશે કે નીતીશના સમર્થકો આનો જવાબ કઇ રીતે આપે છે.