ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 18 સપ્ટેમ્બર 2013 (11:58 IST)

મોદીની લોકપ્રિયતા આકાશે આંબીઃ લોકોના મતે PM પદ માટે શ્રેષ્ઠ

P.R


આગામી લોકસભાની ચૂંટણીમાં યુપીએ સરકારને હટાવીને કેન્દ્રઠમાં એનડીએને ફરી સત્તા ઉપર લાવવા થનગની રહેલા ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્ય્મંત્રી નરેન્દ્ર મોદીની પસંદગી કર્યા પછી તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે. મોદી લોકપ્રિયતાના મામલામાં તમામ સર્વેક્ષણોમાં બીજાઓને અનેક કિલોમીટર પાછળ છોડી ચુકયા છે. ૧૩મી સપ્ટેમ્બરે દૈનિક સમાચારપત્ર દ્વારા કરવામાં આવેલા નવા સર્વેમાં નરેન્દ્રં મોદીના પક્ષમાં હવા બનતી જોવા મળી રહી છે.

સમાચારપત્ર દ્વારા પુછવામાં આવેલા સવાલ કે, શું તમે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના હક્કદાર માનો છો ? અને પ્રથમ ર૦ કલાકની અંદર જ ર૦,૭૯૭ જવાબમાંથી લગભગ ૮૭ ટકા લોકોએ મોદીની તરફેણમાં પોતાનો મત આપ્યોા હતો. જયારે ૧ર ટકા લોકોએ તેમને કાબેલ નથી ગણતા, તો માત્ર એક ટકાથી પણ ઓછા લોકોએ આ બારામાં કોઇ સ્પ.ષ્ટે અભિપ્રાય આપવા અસમર્થતા વ્યમકત કરી હતી. આ સમાચાર પત્ર પર જનમત હજુ પણ ચાલુ છે.અત્રે એ નોંધનીય છે કે નરેન્દ્ર મોદીને ભાજપે પીએમ પદના ઉમેદવાર જાહેર કરતા ભાજપ સહિત દેશભરમાં લોકો ખુશાલી મનાવી રહ્યા છે. દેશનો મુડ ભાજપના પક્ષમાં ઉભો થઇ રહ્યો છે.

દેશનો યુવા વર્ગ ઉપરાંત કોર્પોરેટ જગત પણ મોદીને પીએમ તરીકે જોવા માંગે છે. અત્રે એ પણ નોંધનીય છે કે ગુગલ સર્ચમાં પણ લોકપ્રિયતાના મામલામાં નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્ર પતિ બરાક ઓબામાને પણ પાછળ રાખી દીધા છે.

મોદી ચૂંટણી સુધીમાં ૧૦૦ સભાઓ સંબોધશેઃ લોકો મોદી ઉપરાંત બીજા કોઇને સાંભળવા તૈયાર નથીઃ એકલા હાથે પ્રચાર કરશેઃ દરેક રાજયોમાંથી નરેન્દ્ર મોદી માટે માંગણી

નરેન્દ્ર મોદી મોટાભાગની રેલીઓમાં એકલા હાથે અલખ જગાવશેઃ અન્યા મોટા નેતાઓ સાથે તેમની સભાઓ ઓછી હશેઃ જે કાર્યક્રમમાં મોદી જઇ રહ્યા છે ત્યાંજ ભીડ તેમના સિવાય કોઇને સાંભળવા માટે તૈયાર નથીઃ મોદી લોકસભાની ચૂંટણી સુધીમાં ૧૦૦ જેટલી રેલીઓને સંબોધન કરશેઃ પ થી ૧૦ લોકસભા બેઠકો વચ્ચેણ રેલીઓ યોજાશેઃ રેવાડીની રેલી અને હૈદ્રાબાદની રેલીથી ભાજપમાં ઉત્સાત મોદીનું અભિયાન શરૂઃ નવરાત્રી પછી જોરશોરથી પ્રચારઃ ભાજપ હેડ કવાટરમાં ટુંક સમયમાં ચૂંટણી વોરરૂમ ઉભો થશેઃ રાજનાથસિંહ યુપીમાં ભાજપની ચૂંટણી રણનીતિ તૈયાર કરશેઃ આજે તેમના જન્મોદિવસથી ભાજપ ચૂંટણી પ્રચાર શરૂ કરી રહ્યુ છેઃ યુપીમાં મોદી ડિસેમ્બટરથી પ્રચાર શરૂ કરશેઃ ભોપાલ તથા દિલ્હીથમાં રેલી ઉપરાંત દક્ષિણના રાજયોમાં તેઓ જશેઃ બિહારના પટણામાં પણ તેઓ નીતિશને પડકારશેઃ તામિલનાડુ-કેરળમાં તેઓ રેલીઓ યોજશેઃ તમામ રાજયોમાંથી મોદી માટે માંગણી થઇ રહી છે.