બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (15:38 IST)

મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીનું ‘કાઉન્ટડાઉન’ શરૂ

આગામી ઓક્ટોબર મહિનામાં યોજાનારી મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીનું ‘કાઉન્ટડાઉન’ શરૂ થઈ ચૂક્યું છે. છેલ્લાં દસ વર્ષથી શહેરનો વહીવટ ભાજપ પાસે છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં શાસક પક્ષને મોદી મેજિકનો લાભ મળવાનો નથી. આ ઉપરાંત પાટીદારોના આંદોલનથી પણ સત્તાધીશોની છાવણીમાં ચિંતાનો માહોલ છે. જ્યારે કોંગ્રેસ માટે બગાસું ખાતાં પતાસું પડવા જેવો રાજકીય માહોલ સર્જાયો છે. કોંગ્રેસમાં નવી આશાનો સંચાર થયો છે.

મ્યુનિ. કોર્પોરેશનના ખમાસા સ્થિત મુખ્યાલયની ‘કોઠા’ તરીકેની ઓળખ છે. આ ‘કોઠા’માં ભાજપનું છેલ્લા દાયકાથી એકચક્રી શાસન છે. વિરોધ પક્ષ કોંગ્રેસ ઓક્ટોબર ૨૦૧૫ની ચૂંટણીમાં પણ ભૂંડી રીતે હારશે તેવું ચિત્ર નજરે પડતું હતું, પરંતુ અચાનક પાટીદાર આંદોલનથી રાજકીય સમીકરણો કંઈક અંશે બદલાયાં છે.

કોંગ્રેસમાં ટિકિટવાંછુઓના ‘બાયોડેટા’નો પ્રવાહ ચાલુ થઈ ગયો છે. પ્રદેશ હાઈકમાન્ડે ‘દેખાવ પૂરતી’ ૪૮ વોર્ડની ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે, પરંતુ ટિકિટોની વહેંચણીમાં વર્ષ ૧૯૯૫થી વર્ષ ૨૦૦૦ના કોંગ્રેસના શાસનકાળના મેયર હિંમતસિંહ પટેલ અને સ્ટેન્ડિંગ ચેરમેન બદરુદ્દીન શેખની ‘જોડી’નું વર્ચસ્વ રહેશે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમાર પણ આ ગ્રૂપના હોઈ તેમનું ‘વજન’ પડશે. જ્યારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને અગાઉના ‘બાગી તેવર’ નડશે. જોકે શહેર પ્રભારી સિદ્ધાર્થ પટેલ જૂથવાદને બદલે ‘યોગ્ય’ ઉમેદવારોને પ્રાથમિકતા આપતા હોઈ કોંગ્રેસ પહેલી વખત ‘કાંટે કી ટક્કર’ આપવા જશે. એટલા જ માટે અપશુકનિયાળ લેખાતા પાલડીના રાજીવ ગાંધી ભવન પ્રદેશ કાર્યાલયને ખસેડીને ગુરુકુળ લઈ જવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ ભાજપ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે. પાટીદારો મહદંશે ભાજપના ટેકેદાર હોઈ પ્રદેશ હાઈકમાન્ડે ‘ડેમેજ કંટ્રોલ’ની કામગીરી ગુપ્ત રાહે હાથ ધરી છે. આની સાથે સાથે ટિકિટવાંછુઓની રજૂઆત સાંભળવા માટે નિરીક્ષકોની બાર ટીમનું ગઠન કરાયું છે.  એક ટીમમાં ત્રણ અગ્રણીઓનો સમાવેશ કરાયો છે. આ બાર ટીમ દ્વારા શહેરમાં ૪૮ વોર્ડ માટે  વોર્ડદીઠ આઠથી દસ ઉમેદવારની પેનલ તૈયાર કરીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મુકાશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આગામી તા.૧૨ સપ્ટેમ્બર પછી મળશે.

ભાજપના નિરીક્ષકોની એક ટીમ ચાર વોર્ડના ટિકિટવાંછુઓની રજૂઆત સાંભળશે. આ ટીમ તા. ૬, ૭ અને ૮ દરમિયાન ચાર વોર્ડના કોઈ એક મધ્યસ્થ સ્થળે બેસીને કામગીરી હાથ ધરશે. શહેર ભાજપના હોદ્દેદારોની આજે બપોરે ત્રણ વાગ્યે ખાનપુર કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી બેઠક યોજાશે, જેમાં પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા અમદાવાદ માટે ફાળવાયેલી નિરીક્ષકોની બાર ટીમના છત્રીસ અગ્રણીઓનાં નામની સ્પષ્ટતા પણ થશે.

રાજ્યમાં અાગામી દિવસોમાં મહાનગરપ્‍ાાલિકાઅોની ચૂંટણીઅો યોજાનાર છે. અા ચૂંટણી માટે કોંગ્રેસ પ્‍ાક્ષ્‍ા દ્વારા વોર્ડ ચૂંટણી સમિતિઅોની રચના કરીને તૈયારીઅો અારંભી દેવામાં અાવી છે. શહેર કોંગ્રેસ દ્વારા રચાયેલી વોર્ડ ચૂંટણી સમિતિઅો દ્વારા જે તે વોર્ડના ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની પ્‍ોનલ બનાવીને શહેર સમિતિને મોકલવામાં અાવશે. સમિતિ દ્વારા અેક સપ્‍તાહમાં પ્‍ાોતાના વોર્ડની પ્‍ોનલને તૈયાર કરીને શહેર કોંગ્રેસને મોકલી અપ્‍ાાશે. અા વખતે પ્‍ોનલમાં 45 વર્ષ સુધ્‍ાીના યુવાનોને પ્રાધ્‍ાાન્યતા અાપ્‍ાવામાં અાવે તેવું અાયોજન કરાયું છે.  શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું હતું કે જૂના અને પ્‍ાીઢ ઉમેદવારોની સાથે નવા અને યુવાન ઉમેદવારોને તક અાપ્‍ાવામાં અાવશે, જેમાં 45 વર્ષથી નીચેના યુવાનોમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઅાઈના અગ્રણીઅોને પ્‍ાણ તક અાપ્‍ાવામાં અાવશે.