શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: મહેસાણા , મંગળવાર, 28 એપ્રિલ 2009 (20:05 IST)

યુપીએ ગરીબોની સાથે-રાહુલ

મહેસાણામાં રાહુલની સભા

યુપીએ સરકાર ગરીબો માટે છે. તેમજ છેલ્લાં પાંચ વર્ષમાં યુપીએ સરકારે ગરીબો માટે ખૂબ સારૂં કામ કર્યું છે. આ શબ્દો છે રાહુલ ગાંધીનાં. જેમણે મહેસાણા ખાતેની સભામાં ભાજપ અને નરેન્દ્ર મોદીને છોડીને યુપીએ સરકારનાં વિકાસની વાત પર વધુ ભાર મુક્યો હતો.

મહેસાણા ત્રીજા તબક્કાનાં ચુંટણી પ્રચારનાં અંતિમ દિવસે કોંગ્રેસનાં મહાસચિવ રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવ્યા હતા. તેમણે મહેસાણામાં એક ચુંટણી સભાને સંબોધી હતી. ભરબપોરે યોજાયેલા સભામાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યાં હતા. તેમણે પોતાના વક્તવ્યમાં ભાજપ કે નરેન્દ્ર મોદીનાં શાસન અંગે વાત કરી નહતી.

રાહુલે જણાવ્યું હતું કે ખેડૂતોની લોન માફી, રોજગારી ગેરંટી યોજના વગેરે જેવી યોજનાઓને કારણે ગરીબોનું જીવનધોરણ ઉંચું આવ્યું છે. તેમણે નાગરિકોને મોટી સંખ્યામાં વોટ કરવાની પણ અપીલ કરી હતી.

પોતાની સભા પૂર્ણ થયા બાદ તે મહેસાણામાં રોડ શો કરીને અમદાવાદ તરફ રવાના થઈ ગયા હતા.