ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 25 જુલાઈ 2015 (15:56 IST)

રાજકોટ ડેરીની ચૂટણી , હાઈકોર્ટમાં રીટ

રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી)ના 14 ડાયરેકટરોની આગામી તા.14 ઓગષ્ટના રોજ યોજાનારી ચૂંટણી સામે જસદણ તાલુકાના કમળાપુર મંડળીના ભીખાભાઈ બાંભણીયાએ હાઈકોર્ટમાં રીટ કરતા રાજકોટની વધુ એક સહકારી સંસ્થાની ચૂંટણી કાનૂની વિવાદમાં આવી છે. ડેરીની ચૂંટણી સામે થયેલી રીટની સુનાવણી આગામી તા.27ને સોમવારે રાખવામાં આવી છે અને સુનાવણી વખતે ચૂંટણી અધિકારી તથા પ્રાંત ઓફિસર પી.એમ.ડોબરીયાને હાજર રહેવાનો આદેશ કરાયો છે. કમળાપુર મંડળીના ભીખાભાઈ બાંભણીયાએ હાઈકોર્ટમાં કરેલી આ રીટના અનુસંધાને ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા આજે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તા.27ને સોમવારે રીટના મામલે હાઈકોર્ટ શું વલણ અપ્નાવે છે ? તેના પર સહકારી જગતની મીટ મંડાયેલી છે.

સહકારી સંસ્થાઓમાં દરેક વિસ્તારને પુરતું પ્રતિનિધિત્વ મળી રહે તે માટે મતદારોની કુલ સંખ્યાને બેઠકની કુલ સંખ્યાથી વિભાજીત કરીને મતદારોનું સમાન ધોરણ જળવાઈ રહે તે મુજબ બ્લોક સિસ્ટમથી ચૂંટણી કરવાનો આદેશ તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયો છે.

દુધની ડેરીની તા.14 ઓગષ્ટના યોજાનારી ચૂંટણીમાં બ્લોક બનાવવા માટે મતદારોનું જે મુજબ વિભાજન થયું છે તેમાં સમાનતા જળવાઈ નથી અને એક તાલુકાના મતદારને બીજા તાલુકાના બ્લોકમાં ફાળવવામાં આવ્યા છે તેવો મુદ્દો ઉઠાવી ભીખાભાઈ બાંભણીયાએ હાઈકોર્ટમાં રીટ કરી છે. આજે પ્રાથમિક સુનાવણી દરમિયાન મળેલા નિર્દેશ મુજબ ડેરીના કિસ્સામાં હાઈકોર્ટ બ્લોકના બદલે સંઘના બાયલોઝ મુજબ તાલુકાવાઈઝ ચૂંટણી કરવાનો આદેશ આપે તેવી સંભાવના નકારાતી નથી. જો કે, આમ છતાં સોમવારે ચિત્ર સ્પષ્ટ થશે.

ડેરીની મતદાર યાદીને અંતિમ પ્રસિધ્ધિ આપતા પુર્વે વાંધા સુચનો માગવામાં આવ્યા હતા અને ભીખાભાઈ બાંભણીયાએ આ મુદ્દે પોતાના વાંધા અને વિરોધ રજૂ કયર્િ હતા પરંતુ તેમાંથી મોટાભાગના ગ્રાહ્ય ન રહેતા આખરે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટ શું આદેશ આપે છે ? તેના પર સૌ કોઈ નજર રાખીને બેઠું છે