મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર. , મંગળવાર, 20 જાન્યુઆરી 2015 (17:55 IST)

રાજ્ય સરકારે શહેરી ટેક્સી સર્વિસને લીલીઝંડી આપી

આખરે રાજ્ય સરકારે શહેરી ટેક્સી સર્વિસને મંજુરી આપી દીધી છે. આ આખા પાઈલટ પ્રોજેક્ટની શરૂઆત અમદાવાદ શહેરથી થશે. શહેરી ટેક્સી સર્વિસના પ્રોવાઈડર માટેના નિયમો પણ નક્કી થઈ ગયા છે. 
 
જે મુજબ આ શહેરી ટેક્સી સર્વિસનુ લધુત્તમ ભાડુ 20 રૂપિયા રખાયુ છે. એટલુ જ નહી આ સર્વિસના ડ્રાઈવરો કેવો ડ્રેસ પહેરશે તે પણ ફાઈનલ થઈ ગયુ છે. જે મુજબ ડ્રાઈવરોનો ડ્રેસ ગ્રે કલરનો હશે એવુ નક્કી થયુ છે.