ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

રાજ્યમાં મેઘરાજાની મહેર, શ્રાવણી માહોલ

સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ

રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદે માજા મુકી છે આખા રાજ્યને ભીંજવી મુકયો હતો. હાલક ડોલક ધીમા વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓને પાણીથી ભરી દીધા હતાં. જેના કારણે સૌથી વધારે ઉપલટામાં 272 મીમી, વંથલીમાં 228 મીમી, લાલપુરમાં 112 મીમી, વરસાદ વરસ્યો હતો,અને જળબંબાકાળ કરી દીધુ હતું.

રાજ્યના 121 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 12 તાલુકાઓમાં 6થી 11 ઈંચ, 109 તાલુકાઓમાં અડધાથી 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યના કંટ્રોલ રૂમથી મળેલી માહિતી અનુસાર ચોવિસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ઉપલેટામાં 272 મીમી, જુનાગઢ જિલ્લાના વંથલીમાં 228 મીમી, જામનગર જિલ્લાના લાલપુરમાં 212 મીમી, પોરબંદર જિલ્લાના કેસોદમાં 188 મીમી, રાજકોટના જેતપુરમાં 177 મીમી કરતા વધુ વરસાદ હોવાના અહેવાલ છે.

આ ઉપરાંત જુનાગઢના કોડીનારમાં 160 મીમી, ઉનામાં 167, રાજકોટ્ના ધોરાજીમાં 164, જુનાગઢમાં 134, નવસારીમાં 129, પોરબંદર જિલ્લાના માણાવાવમાં 126, જામનગરમાં 99 મીમી વરસાદ વરસ્યો હતો.

અમરેલી જિલ્લાના ધારીમાં 84, ભાવનગરમાં 73, કાલાવાડમાં 75, જુનાગઢ્ના સુત્રાપાડામાં 60, તાપી જિલ્લાના સોનગઢમાં 75, સુરતમાં 53, વડોદરા જિલ્લાના સાવલીમાં 51 મીમી વરસાદ અને વડોદરામાં 60 મીમી વરસાદ વરસવાના અહેવાલો છે. આ ઉપરાંત રાજ્યના 39 તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને 37 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ પાણી પડ્યુ હોવાના અહેવાલ છે.