બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|
Last Modified: રાજકોટ , શનિવાર, 30 ઑગસ્ટ 2008 (17:23 IST)

રિક્ષા-ટ્રક વચ્ચે ટક્કર, 5ના મોત

જૂનાગઢ-વંથલી હાઇવે પર આજે એક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં 5ના મોત થયા હતા અને દસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર રિક્ષા જૂનાગઢથી વંથલી જઇ રહી હતી જ્યારે ટ્રક વેરાવળથી જૂનાગઢ રહી હતી. બંને વાહનો વચ્ચે વડલ રેલવે ક્રોસીંગ વચ્ચે બંને વાહનો વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો. જેમાં પ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જ્યારે દસ જણા ઘાયલ થયા હતા. આ પૈકી સાતની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

કમભાગી મૃતકોમાં શિનાખ્ત શંકરદાસ (ઉ.16), વજુભાઇ ડાંગર (ઉ. 45), વીનુ ઠાકરશી (ઉ. 40) તથા રમેશ બેચર (ઉ.35)ની ઓળખ કરવામાં આવી છે.