શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 27 ઑક્ટોબર 2015 (16:26 IST)

લોહી આપો અને લોહી લો

માનવજીવન સતત વિકસતું રહે છે. ગઈકાલ કરતા આજ વધુ ઉજળી બનતી હોય છે. માનવ પોતાને સાચા અર્થમાં માનવ બનાવવા મથતો રહ્યો છે. આમ ન હોત તો કોઈનો જીવ બચાવવા કોઈ પોતાનું લોહી આપતું ન હોત પણ વિજ્ઞાને માનવની સમજણ વિકસાવી છે. પોતાને કે બીજાને ઘા લાગતા વહેતું લોહી જોઈને હેબતાઈ જતાં લોકોનો પાર નથી પણ તે સાથે જેમની સાથે માનવ હોવા સિવાયનો કોઈ સંબંધ નથી, તેમ જેમને પ્રત્યક્ષ જોયાં પણ નથી તેવા દર્દીઓ માટે આજે અનેક માનવો સ્વેચ્છાએ રકતદાન કરે છે અને માનવધર્મ બજાવે છે.

*રકત વિશે પ્રાથમિક માહિતી
‘રકત એ જ જીવન છે’ એમ યોગ્ય રીતે જ કહેવાયું છે, કેમ કે માનવશરીરના તમામ અવયવોમાં સારી રીતે કાર્ય કરવાની ક્ષમતા બક્ષતું લાલ પ્રવાહી તે રકત છે. એ શરીરની નસોમાં વહેતું રહી જીવનને ધબકતું રાખે છે.
* લોહીના મુખ્ય ઘટકો આ પ્રમાણે છે :
* રકતકણ (છઊઉ ઇકઘઘઉ ઈઊકકજ): તે રકતને લાલ રંગ આપે છે અને શરીરમાં ઓક્સિજન પૂરો પાડે છે.
* શ્ર્વેતકણ (ઠઇંઈંઝઊ ઇકઘઘઉ ઈઊકકજ): તે શરીરમાં રોગોનો પ્રતિકાર કરવાની શક્તિ પ્રગટાવે છે.
* ત્રાકકણ (ઙકઊઝઊકઊઝજ): ઘામાંથી વહેતા લોહીને અટકાવવાનું કાર્ય તે કરે છે.
* પ્લાઝમા (ઙકઅજખઅ) : આ રુધીરરસમાં રકતકણ, શ્ર્વેતકણ અને ત્રાકકણ તરતા રહે છે. તે માનવશરીરને જીવનશક્તિ બક્ષે છે.
* આવું બને ત્યારે લોહીની જર પડે છે
* ગંભીર અકસ્માત કે ધરતીકંપ જેવી કુદરતી દુર્ઘટનામાં ઘાયલ થવાથી પુષ્કળ લોહી વહી જાય ત્યારે
* મોટાભાગના ઓપરેશન થતાં હોય ત્યારે
* થેલેસેમીયા, હિમોફિલિયા, કેન્સર અને એનિમિયાની સારવાર દરમિયાન
* ગંભીર રીતે દાઝી જવાની ઘટના બને ત્યારે
* પ્રસુતી સમયે
* કેટલાક પ્રકારના ચેપ નિવારવા માટે
* રકત આપ્નારને થતાં આરોગ્ય-લાભ
રકત કે તેમાંથી છૂટા પાડેલા રકતઘટક મળવાથી દર્દીને આરોગ્ય-સભા પ્રાપ્ત થાય છે તે તો હવે સર્વવિદિત હકીકત છે, પરંતુ રકત આપ્નારને પોતાને પણ કોઈને માટે કંઈક કરી છૂટવાના દિવ્ય સંતોષ ઉપરાંત કેટલાક આરોગ્ય-લાભ થાય છે તેનો અહીં ખ્યાલ આપવામાં આવ્યો છે.
* કેન્સર થવાનું જોખમ ઘટે છે
અભ્યાસ પરથી સાબિત થયું છે કે, નિયમિત રીતે રકત આપવાથી ગળું, હોજરી, લિવર અને મોટા આંતરડાનું કેન્સર થવાની સંભાવના ઘટી જાય છે.
* કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે અને હાઈપર કોલેસ્ટરોલની જાણકારી પ્રાપ્ત થાય છે
રકત આપવાની સાથે રકતકણો પણ તેની સાથે શરીરમાંથી ઓછા થાય છે, પરંતુ થોડા સમયમાં જ આપણું શરીતંત્ર નવું લોહી બનાવી લે છે તેની સાથે તાજા લાલ રકતકણ બને છે, જે શરીરને માટે લાભપ્રદ હોય છે.
રકત આપ્નારના રકતપ્રવાહમાંથી કોલેસ્ટોલનું પ્રમાણ ઘટે છે અને ‘આર્ટેરિઓસ્કલેરોસિસ’ જેવો સામાન્યપણે જોવા મળતો હૃદયરોગ થવાની સંભાવના ઘટે છે. કોલેસ્ટોરોલના ઉંચા પ્રમાણમાં પરિણામે હૃદયરોગનું અને હૃદયની ધમનીઓમાં છારી બાઝી જવાનું જોખમ ઉભું થાય છે. વળી, નિયમિત રકત આપવાથી હૃદયરોગ માટે જવાબદાર રકતમાં લોહતત્વનું વધેલું પ્રમાણ પણ ઘટે છે. આ જ પ્રમાણે એફેરેસિસ-પ્રક્રિયા દ્વારા પ્લેટલેટસ આપ્નારને ‘હાઈપર કોલેસ્ટોરોલ’ની જાણકારી પ્રાપ્ત થાય છે.
* હૃદયરોગની સંભાવના ઘટે છે
એવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે, રકતમાં વધતું લોહતત્વનું પ્રમાણ હૃદયરોગનું જોખમ વધારે છે, લોહતત્વ કોલેસ્ટરોલમાં ભળી પાતળું પડ બનાવે (ઓકિસેડેશન) છે, જે હૃદયની ધમકીઓ માટે નુકસાનકારક હોય છે. નિયમિત રીતે રકત આપ્નારા (મુખ્યત્વે પુરુષ)ના શરીરમાંથી લોહતત્વ ઘટે છે. તેના પરિણામે હૃદયરોગ થવાનું પ્રમાણ ત્રીજા ભાગ જેટલું ઘટી જાય છે.
* નવા લાલ રકતકણના ઉત્પાદનને વેગ મળે છે

નિયમિત રીતે રકત આપવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિનાં કાર્યમાં સુધારો થાય છે. એકવાર રકત આપ્યા પછી શરીર રકતનો જથ્થો પુન: પ્રાપ્ત કરી લે છે અને ચાર અઠવાડિયામાં લાલ રકતકણની પરિપૂર્તિ થાય છે.

આ પ્રક્રિયા આપ્ના આરોગ્ય માટે લાભકારક બને છે, કેમ કે તેથી આપ્ના શરીરમાં રકત અને તે સાથે ઓકિસજનનું પરિવહન સુધરે છે.
* ‘હીમોક્રોમેટોસિસ’ સામે પ્રતિકારકતા વધારે છે
રકત આપવાથી ‘હીમોક્રોમેટોસિસ’ નામના લોહીવિકારના રોગ સામે લડી શકાય છે. શરીરતંત્રમાં વધુ પડતું લોહતત્વ જમા થવાથી લિવરનું સિરોસિસ વગેરે દર્દ થઈ શકે છે. પણ રકત આપવાથી તેની સામે ટક્કર લઈ શકાય છે.
‘હીમોક્રોમેટોસિસ’ એ જનીન-આધારિત રોગ છે. તેના લોહતત્વના અતિરેકથી જન્મતી વિકૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે, જેનું કારણ લોહતત્વના અયોગ્ય ચયાપચયથી શરીરના કોષોમાં લોહતત્વ એકઠું થાય છે. આવી શારીરિક સ્થિતિ તેના અમુક અવયવોને નુકસાન કરી શકે છે. જો કે, આ તકલીફ ભારતીયોમાં સામાન્ય નથી તેમ છતાં જે કોઈપણ વ્યક્તિના શરીરમાં લોહતત્વનો વધારો હોય તે રકત આપીને તેને ઘટાડી શકે છે.
* કેલરીને બાળે છે
રકત આપવાથી વધારાની કેલરી બળી જાય છે. કોઈપણ વ્યક્તિ આહારમાં પરહેજી પાળીને કે નિયમિત રીતે રકત આપીને ‘ફિટ’ રહી શકે છે. 450 એમએલ રકત આપવાથી 650 જેટલી કેલરી શરીરમાંથી ઓછી થાય છે ને તેને ‘ફિટ’ રાખે છે.
* કેટલાંક પાયાનાં રકત-પરીક્ષણો પણ થઈ જાય છે
આમાં નીચેના પરીક્ષણોનો સમાવેશ થાય છે.
(1) રકત આપ્યા પહેલાં હીમોગ્લોબિનનું પ્રમાણ ચકાસાય છે. બ્લડ પ્રેશર મપાય છે. શરીરનું વજન કરાય છે.
(2) રકત આપ્યા પછી તેનું પાંચ મહત્વના રોગો માટે પરીક્ષણ થાય છે: હીપેટાઈટિસ ‘બી’ અને ‘સી’, ‘એઈડ્સ’, સિફિલિસ અને મલેરિયા.
રકત આપીને આપ કોઈની કિંમતી જિંદગી બચાવો છો. તદુપરાંત રકત આપવાની કોઈ આડઅસર જાણવામાં આવી નથી અને રકત આપ્નારને કશુંક પુણ્યનું કાર્ય કયર્નિો ભાવ અનુભવાતો હોય છે.