ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , મંગળવાર, 30 જૂન 2009 (20:49 IST)

વજુભાઇના અંદાજપત્રની સાથે સાથે.....

* સૂચિત જોગવાઈ રૂ. 1600 કરોડ.
* 2000 જેટલી પ્રા. શાળાઓમાં ધો.8નો વર્ગ શરૂ કરાશે.
* 45 લાખ જેટલા નિરીક્ષરોને સાક્ષર બનાવાશે.
* નોલેજ મેનેજમેન્ટ પ્રોગ્રામ ફોર ફેકલ્ટીનો પ્રોજેકટ કાર્યરત કરાશે.
* 10,000 પ્રાથમિક શાળા અને 6,000 માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર અને કેયુ રિસિવર આપવાનું આયોજન.
આરોગ્ય
* સૂચિત જોગવાઈ રૂ. 1072.25 કરોડ.
* રાજયના 18 વર્ષથી નીચેના એક કરોડ પચ્ચીસ લાખ બાળકોને આરોગ્ય કાર્યક્રમ હેઠળ સમાવાશે.
* અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પથારીની ક્ષમતા 4820 કરાશે, સંકુલનું નવીનીકરણ કરવા માસ્ટર પ્લાન.
મહિલા અને બાળ વિકાસ
* સુચિત જોગવાઈ રૂ. 7૩0 કરોડ.
* બાળકો, સગર્ભા મહિલાઓ તથા કિશોરીઓને અપાતા પોષણયુકત આહારમાં બમણો વધારો.
* ૩૩12 આંગણવાડી કેન્દ્રો અને 1126 મીની આંગણવાડી કેન્દ્રો શરૂ કરાશે.
* પ હજાર આંગણવાડીઓમાં ગેસ સ્ટવ અને કુકર અપાશે.
પાણી પુરવઠા
* સુચિત જોગવાઈ રૂ. 1549.25 કરોડ.
* નર્મદા આધારિત પાણી પુરવઠા યોજનામાં વધુ 500 ગામોનો સમાવેશ.
* સુજલામ-સુફલામ યોજના અંતર્ગત 4904 ગામોને પીવાના પાણીની સુવિધા અપાશે.
* સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા પાણી પુરવઠા વિભાગની સંસ્થા વાસ્મોને આંતરરાષ્ટ્રીય એવોર્ડ.
કૃષિ
* સૂચિત જોગવાઈ રૂ. 144૩.71 કરોડ.
* ખેડૂતો માટે લાભદાયી નવી એગ્રોબિઝનેસ પોલીસી ઘડાસે.
* દરેક ગામના પાંચ-પાંચ ખેડૂતોને નિઃશુલ્ક ઈનપુટ કિટ્સ અને ઓજારો અપાશે.
* ડેડિયાપાડા ખાતે નવી એગ્રીકલ્ચર એન્જિ. કોલેજ તથા ખેડબ્રહ્મા અને અમીરગઢ ખાતે બે નવી કૃષિ પોલીટેકનીક શરૂ કરાશે.
* ફોગગ સિસ્ટમ વેરહાઉસ, ગ્રીનહાઉસ, કોલ્ડ સ્ટોરેજ તથા ટીસ્યુ કલ્ચર લેબોરેટરી સ્થપાશે.
* બે નવી વેટરનીટી કોલેજ અને 40 લાખ નવા ફરતા પશુ દવાખાના શરૂ કરાશે.
સાગરખેડૂ યોજના
* મત્સ્યોદ્યોગ, મીઠા ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ વગેરે માટે રૂ. 1050 કરોડની જોગવાઈ.
ગ્રામવિકાસ કાર્યક્રમો
* સૂચિત જોગવાઈ રૂ. 69૩.56 કરોડ.
* ૩7 હજાર બીપીએલ લાભાર્થીઓને આર્થિક સહાય દ્વારા સ્વરોજગારી.
* જમીન વિહોણા ખેતમજૂર કુટુંબોને વીમા કવચ.
* રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહધરી યોજનામાં રાજયનો પણ ફાળો.
* બીપીએલ ગ્રામીણ ગરીબોને આવાસની સુવિધા પુરી પાડવા રાજયની જોગવાઈ.