શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી-જાહેર કરવાના પ્રયાસો કરતું ભાજપા

P.R
નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા માટે સંઘે લીલીઝંડી આપી દીધા બાદ ભાજપ આ અંગેની સત્તાવાર જાહેરાત કરવાની જોરશોરથી તૈયારી કરી રહ્યુ છે. ૧૩મીએ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાશે અને કદાચ ૧૯મીએ તેની જાહેરાત કરવામાં આવશે.

ભાજપના સુત્રો કહે છે કે, ૧૭મીએ મોદીનો જન્મવ દિવસ છે તે દિવસે કદાચ જાહેર નહિ થાય. સંસદીય બોર્ડના તમામ સભ્યો ના કાર્યક્રમો અગાઉથી નક્કી થયેલા છે અને તેઓ થોડા દિવસ બહાર રહેવાના છે તેથી જનરલ સેક્રેટરી રામલાલ ૧૯મીથી શરૂ થતા શ્રાધ્ધઓ પહેલાની તારીખ નક્કી કરવામાં વ્યાસ્તલ થયા છે. ૧૯મીએ મોટાભાગના સભ્યોદ દિલ્હીીમાં જ હશે.

મળતા અહેવાલ અનુસાર ૧૩મી સપ્ટે મ્બીર સૌથી અનુકુળ તારીખ છે પરંતુ મુરલી મનોહર જોશી પક્ષના કાર્યક્રમ માટે મધ્યુ પ્રદેશના સાગર જવાના છે. ૧પમીની તારીખ પણ અનુકુળ નથી કારણ કે મોદી તે દિવસે હરિયાણાના રેવાડી ખાતે અને અડવાણી ફતેપુર સિકરી ખાતે સભા સંબોધવાના છે. એ દિવસે મીટીંગ મળી શકે છે. એ દિવસે મોદીએ રેવાડીથી દિલ્હીી આવવુ પડે. સંસદીય બોર્ડ ૧૪ કે ૧૬મીએ પણ મળી શકે છે. અત્રે એ નોંધનીય છે કે ૧૪મીએ રાજનાથ સિંહ મુંબઇ જવાના છે.

જો સર્વસંમત તારીખ ન ઉભરે તો સંસદીય બોર્ડના કેટલાક સભ્યો ને પોતાના કાર્યક્રમો કેન્સિલ કરવા પણ જણાવાયુ છે.