બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 28 ઑગસ્ટ 2013 (14:44 IST)

વડોદરાની બિલ્ડિંગ ધરાશાયી અંગે નરેન્દ્ર મોદીએ આપ્યો તપાસનો આદેશ

P.R
ગુજરાતમાં વડોદરાના માઘવનગર વિસ્તારમાં આજે સવારે બે ઈમારતો ધરાશાયી થતા ઓછામાં ઓછા 9 લોકોના મરવાના અને 35 લોકોના દબાવવાની આશંકા છે. મુખ્યમંત્રી મોદીએ ઘટનાની તપાસ માટે તપાસ સમિતિની રચનાનો આદેશ આપ્યો છે.

વડોદરા નગર નિગમના મુખ્ય અગ્નિશમન અધિકારે એચ જે તપારિયાએ જણાવ્યુ કે અટલાદરા વિસ્તારમાં બંને બહુમાળી ઈમારતો સવારે લગભગ સાડા ચાર વાગ્યે ઢસડી ગઈ. આ ઈમારતમાં લગભગ 13-14 પરિવાર રહેતા હતા.

ઘાયલોને સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. વડોદરા જીલ્લા કલેક્ટર વિનોદ રાયે જણાવ્યુ કે લગભગ 9 લોકો માર્યા ગયા છે અને હજુ સુધી 14 લોકોને બહાર કાઢ્યા છે અને અન્ય 35 લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે.

સેના અને રાષ્ટ્રીય વિપદા પ્રતિક્રિયા બળના કર્મચારી રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. ઘટના અંગે નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કરતા માર્યા ગયેલા દરેકના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર અને તપાસ માટે સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે.

આ બંને ઈમારતો 2002માં બાંધવામાં આવી હતી. મોદીએ સેવાનિવૃત્ત મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમની અધય્ક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચનાનો આદેશ આપ્યો છે. જે વડોદરાની બંને બિલ્ડિંગોના ઢસડાઈ પડવાની તપાસ કરશે. આસપાસના વિસ્તારોમાં રહેનારા લોકોએ આરોપ લગાવ્યો કે વીયૂડીએ દ્વારા હલકા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરીને નિર્માણ કરતા આ ઘટના બની.