શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 27 ઑક્ટોબર 2015 (16:03 IST)

વર્ગ 4ના કર્મચારીની ભરતી કરાશે

સરકારી સિસ્ટમમાં જયાં વિશિષ્ઠ પ્રકારની કામગીરી હોય, સુરક્ષા કે ગોપ્નીયતા, સમયની અનિશ્ર્ચિતતા કે આકસ્મિક જરિયાત જેવી સેવાઓ સંકળાયેલી હોય ત્યા આઉટ સોર્સિંગ શકય નથી. આથી, આવી તમામ વર્ગ-4ની જગ્યાઓ કાયમી ભરતીથી ભરવા સામાન્ય વહિવટ વિભાગે નિર્ણય કર્યો છે. અત્યારસુધી આ વર્ગ-4ની આ જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરવામાં આવતી હતી.
 
રાજ્ય સરકારની કચેરીઓમાં સાફસફાઈ, ફાઈલોની તબદિલી જેવી સેવાઓ આઉટ સોર્સિગથી લેવાય છે. સામાન્ય વહિવટ વિભાગે આ અંગે એક ઠરાવ પ્રસિધ્ધ કરીને સ્પષ્ટ કર્યુ છે કે, આઉટ સોર્સિગની નીતિની સમીક્ષા કરવા માટે સરકારે રચેલી સમિતિન ભલામણોને પગલે આ નિર્ણય લેવાયો છે. સરકારની તમામ કેચરીઓમાં વર્ગ-4ની કામગીરીની જગ્યામાં સેટઅપ્ની સમીક્ષા કરવા માટે નાણા અને સામાન્ય વહિવટ વિભાગના પાંચ સેક્રેટરીઓની એક સમિતિ બનાવાઈ છે. આ સમિતિ પટાવાળા, ડ્રાઈવર, શિરસ્તેદાર, ફાઈલ તબદિલ કરનારથી લઈને અનેક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા વર્ગ-4ના કર્મચારીઓની જગ્યાઓમાં કોઈ જગ્યાને આઉટ સોર્સિંગથી યથાવત રાખવી અને કયાં કાયમી ભરતી કરવી તેની અલગ તારવણી કરશે. સરકારના સંયુકત સચિવ દેવીબહેન પંડયાની સહીથી સમિતિના કાયર્વિકાશમાં જણાવાયું છે. વર્ગ-4માં કઈ જગ્યાઓ કાયમી ભરતીઓ ચાલુ રાખવી તે મુદે સરકારે રચેલી પાંચ સેક્રેટરીઓની સમિતિને 30મી નવેમ્બર સુધીમાં રિપોર્ટ સબમીટ કરવાનો આદેશ સરકારના સંયુકત સચિવ દેવીબહેન પંડયાએ કર્યો છે.