મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

વાઈબ્રંટ ફેશન વીકમાં ડિઝાઈનરો હાજર રહેશે

ફિલ્મી કલાકારો પણ હાજર રહેશે.

P.R
શહેરમાં વાઈબ્રંટ વીક સિઝન-2નુ આજથી ત્રણ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે, જેમા ફેશનની દુનિયાના જાણીતા નામોએ તેમની કળાના કામણ પાર્થર્યા હતા.

દિગ્જામના રવિન્દ્ર શર્મા અને અક્ષર ટ્રાવેલ્સના મનીષ શર્માએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યુ હતુ કે ગુજરાત અને અમદાવાદમાં ફેશનની દુનિયામાં હંમેશા વાઈબ્રંટ રહ્યુ છે. આગવી સુઝ અને શૈલીથે દિગ્જામ વાઈબ્રંટ ફેશનવીક સિઝન 2 ના આકર્ષણના મુખ્ય પાસા ટોચના ડિઝાઈનરો અસલમ ખાન, અભી અને રાહુલ પ્રદીપ અગ્રવાલ અને રોહિત વર્મા સહિતના ડિઝાઈનરો ભાગ લેશે.

IFM
આંતરરાષ્ટ્રીય ડિઝાઈનર શેરિફ આબિદ પણ ભાગ લેશે. રોહિત વર્મા આ શો મા કોરિયોગ્રાફીની જવાબદારી નિભાવશે. 14 સુપર મોડેલ્સ આ શો મા ભાગ લેશે. શો દરમિયાન જાણીતા ફિલ્મી કલાકાર કંગના રાણાવત, લારા દત્તા. અને સોનલ ચૌહાણ હાજરી આપશે. ફેશન વીકમાં ભાગ લઈ રહેલા જાણીતા ડિઝાઈનર રોહિત વર્માએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધી મુંબઈ, દિલ્હી સહિત વિદેશમાં ઘણા મેઘા શો કર્યા છે. પરંતુ ગુજરાતમાં પહેલીવાર મેઘા શો થઈ રહ્યો છે. આનાથી કાપડ ઉદ્યોગનો ગ્રોથ તો વધશે સાથોસાથ ઈંટરનેશનલ ડિઝાઈનરો પણ નોંધ લેશે. આ ફેશન શો નું આયોજન સેટેલાઈટની હોટલ મેરિટમાં કરવામાં આવ્યુ છે.