ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2013 (17:50 IST)

વિરોધીઓ ખોટા પડ્યાઃ મોદી ફરી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચારે જઇ રહ્યાં છે

P.R

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર કર્ણાટક વિધાનસભાની ચૂંટણીપ્રચારે જઇ રહ્યાં છે. હવે બીજી મેના રોજ એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળોએ જંગી જાહેરસભાને સંબોધન કરવાના છે.

સૂત્રોએ જણાવ્યું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ 5મી મેના રોજ નિર્ધારિત છે. 3 મેના રોજ જાહેર પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં 2 મેના રોજ મુખ્યમંત્રી મોદી કર્ણાટકના મેંગલોર અને બેલગામ ખાતે જાહેરસભાઓ સંબોધવાના છે. 2જીએ મેંગલોરમાં સવારે 10.30 કલાકે અને બેલગામમાં બપોરે 1.30 કલાકે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે મોદીની એવી ટિપ્પણી થતી હતી કે તેઓ એક જાહેરસભા સંબોધ્યા બાદ ફરીથી ચૂંટણીપ્રચારમાં કર્ણાટક નહીં જાય પરંતુ પોતાના વિરોધીઓને ખોટા પાડીને મોદીએ બીજી મેના રોજ બે જાહેરસભાઓને સંબોધન કરવાનું નક્કી કર્યું છે. મેંગલોર અને બેલગામમાં આ અંગેની જોરદાર તૈયારીઓ સ્થાનિક ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે. દેખીતી રીતે જ ચૂંટણીપ્રચારમાં મોદી વડાપ્રધાન મનમોહનસિંઘ, યુપીએ સરકાર, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાન બનાવીને રાજકીય પ્રહારો કરે તેમ છે.