શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

વિશ્વની સૌથી નાનામાં નાની પેપર સીપ બનાવી ઇન્ડિયા બુક ઓફ રેકર્ડમાં સ્થાન મેળવ્યું

P.R
વિશ્વની સૌથી નાનામાં નાની પેપર સીપ (કાગળની હોડી) બનાવી કડોદના ૧૩ વર્ષના કિશોર મહીર જીતેશભાઇ ચાવડાએ ઇન્ડિયા બુક ઓફ રેકર્ડમાં સ્થાન મેળવી સુરત જિલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું છે.

કડોદનો વતની અને હાલમાં માંડવી સ્થાયી થયેલા મહીર ચાવડાએ ૪.૮૦ મિ.મી.થી લઇ ૪૬.૧૨ મિ.મી. સાઇઝની જુદી જુદી ૮ પેપર સીપ (કાગળની હોડી) બનાવી છે. જેમાં સૌથી નાની ૪.૮૦ મિ.મી.ની પેપર સીપ વિશ્વની સૌથી નાની પેપરસીપ છે. આ અંગે લિમ્કા બુક ઓફ રેકર્ડ સમક્ષ દાવો કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આ રેકર્ડને લિમ્કા બુક ઓફ રેકર્ડમાં પણ સ્થાન મળવાની સંભાવના છે.

મિહીર ચાવડાના કાકા યોગેશ ચાવડાએ પણ કેટલાક વર્લ્ડ રેકર્ડમાં નામ નોંધાવ્યા છે. મિહીરે મોરના ઇંડાને ચિતરવા ન પડેની ઉક્તિને સાર્થક કરી છે.