શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (13:39 IST)

વિશ્વામિત્રી નદીના મગરો વડોદરાનાં રસ્તાઓ ઉપર આવતા લોકોમાં ફેલાયો ગભરાટ

વડોદરામાં બે દિવસથી વિશ્વામિત્રી નદીના પૂરે ભયભીત કર્યા બાદ હવે નદીમાંથી બહાર આવેલા મગરોએ શહેરમાં દેખા દેતાં વડોદરાવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. વડોદરાના વનવિભાગે છેલ્લા બે દિવસમાં પાંચ મગર પકડ્યા છે.



વનવિભાગના નાયબ વનસંરક્ષક વી. કે. સક્સેનાએ કહ્યું કે ‘વિશ્વામિત્રી નદીમાં હાઈ-ફ્લડના કારણે મગરો ખેંચાઈ આવ્યા છે. છેલ્લા બે દિવસમાં પાંચ મગરને અમે પકડીને સલામત સ્થળે રાખ્યા છે. ગઈ કાલે કમાટીબાગ વિસ્તારમાંથી બે મગરો પકડ્યા હતા.’

ગઈ કાલે સમા-સાવલી બ્રિજ નીચે પાંચ ફૂટ લાંબો મગર દેખાયો હતો. એવી જ રીતે સિદ્ધાર્થ બંગલોઝ પાસેના ખુલ્લા પ્લૉટમાં ભરાયેલા પાણીમાં પણ મગર દેખાતાં નાગરિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે વનવિભાગના કર્મચારીઓ આ સ્થળે પહોંચી ગયા હતા. પાણી ઊતરતાં આ મગરો પણ પકડાઈ જશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.