મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

વિસ્મય શાહને રૂ. 10 લાખના બોન્ડ પર જામીન

P.R
અમદાવાદના જજીસ બગલો રોડ ઉપર ૨૫ ફેબ્રુઆરી, 2013ના રોજ થયેલા બીએમડબલ્યુ અકસ્માત કેસના આરોપી વિસ્મય શાહને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે નવ વખત વિસ્મય શાહના જામીન ફગાવ્યા હતા. આજે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા રૂ. 10 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. છ મહિનાની ટ્રાયલ પૂરી કરવા નીચલી કોર્ટને આદેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ૨૫મી ફેબ્રુઆરીના રોજ જજીસ બંગલો રોડ ઉપર મોડી રાતે પુરઝડપે પસાર થતી બીએમડબલ્યુ કારે બાઇક ચાલકને હડફેટે લીધા હતા જેમાં ૨ વ્યકિતઓના મોત થયા હતા. આ કેસમાં પોલીસે કારચાલક વિસ્મયની ધરપકડ કરી હતી અને તેને જેલમાં મોકલી આપ્યો હતો. 150ની સ્પિડે આવતી બીએમડબલ્યુ હેઠળ ચગદાઈ મરેલા જુવાનજોધ શિવમ અને રાહુલ તેમના મા-બાપના એકના એક સંતાન હતા. જો આ યુવકના માતા-પિતા દ્વારા કોર્ટમાં તેમના જામીન રદ કરવાની અરજી કરવામાં આવે તો શક્ય છે કે વિસ્મયના જામીન રદ પણ થઈ શકે છ

અકસ્માતના ત્રીજા દિવસે પોલીસ સમક્ષ હાજર થયો ત્યારે વિસ્મયના ચહેરા પર રંજની એક રેખા પણ દેખાતી નહોતી. કદાચ તે વખતે તેને ઘટના મામુલી લાગતી હશે. અને એવું હશે કે તે થોડા કલાકમાં જ પિતાની વગના સહારે છૂટી જશે. પરંતુ આ હાઇપ્રોફાઇલ કેસે રંગ પકડ્યો. વિસ્મયની ધારણા બહાર તેને જેલમાં જવું પડ્યું.