શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 18 ઑક્ટોબર 2013 (14:16 IST)

શરદપૂનમનો તહેવાર સુરતીઓ કંઈક અલગ અંદાજમાં જ ઉજવે છે

P.R
આમ તો આખા દેશમાં શરદપૂનમનો તહેવાર ઉજવવામાં આવે છે પણ સુરતીઓ આ તહેવાર કંઈક અલગ અંદાજમાં જ ઉજવે છે. સૌ પહેલાં તો તેઓ આ તહેવારને ચંદની પડવો તરીકે ઓળખે છે.આ દિવસે સુરતીઓ પાતાની પૌરાણિક પરમ્પરા અનુસાર લગભગ 10 કરોડ થી વધુ ની ઘારી ઘાઈ જાય છે. આ ઘારી સ્પેશિયલ સુરતમાં જ બને છે અને તેમાં અનેક પ્રકારના ડ્રાય ફ્રુટ નાખી બનાવવામાં આવે છે ચાંદની રાતમાં ખુલ્લાં આસમાન નીચે સહપરિવાર સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ આખા માં પ્રખ્યાત એવી આ છે સુરત ની ઘારી, તેને જોઈનેજ મોઢામાં પાણી આવી જાય ,આ ઘારી બને છે દૂધનો માવો અનેક પ્રકારના ડ્રાય ફ્રુટ જેવાકે કાજુ બદામ કીસમીસ અંજીર ઈલાઈચી અખરોટ કેસર અને શુદ્ધ ઘી ભેળવીને, પહેલા તો માવાને તૈયાર કરી તેને લડવા સ્વરૂપમાં બનાવવામાં આવે છે ત્યારબાદ તે જાય છે ઘાર બનાવનાર કર્મચારીઓ પાસે સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી ખાતા અને ખવડાવતા હોય તેની માંગને પહોચી વળવા માટે મોટી સંખ્યામાં કામદારોને તેને બનાવવામાં જોતરવામાં આવે છે ત્યાર બાદ આ ઘારીને આંશિક તાપે તળવામાં આવે છે. તળાઈ ગયા બાદ તેને પર શુદ્ધ ઘીનું લીપણ કરવામાં આવે છે. તે બાદ તે ઘારી વિક્રેતા સુધી અને ઘારી વિક્રેતા લોકો સુધી આ સુરતી સ્પેશલ ઘારીને પહોચાડે છે જોકે લોકોની માંગ અનુસાર ઘારી વિક્રેતાઓ અલગ અલગ ફ્લેવરમાં આ ઘરી બનાવડાવી લોકો સુધી પહોચાડે છે

ચંદની પડવો સુરતીઓ માટે અનોખું મહત્વ ધરાવે છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ તહેવારની ઉજવણી થાય છે જયારે ગાંધીજી આઝાદીની લડાઈ શરુ કરી હતી ત્યારે દાંડી યાત્રા દરમિયાન તેમનું સ્વાગત સુરતીઓએ ઘારી ખવડાવી કર્યો હતો, સુરતનો એક રેકોર્ડ હશે કે કોઈ તહેવારમાં મોટી માત્રમાં લગભગ 10 કરોડથી પણ વધુ ઘારી ખાવામાં આવતી હોય ,જયારે વરસો થી ઘારી ખાનારા કેટલાક લોકોને સુગરની બીમારી હોય તેના માટે પણ ઘારી વિક્રેતા ઓ સુગર ફ્રી ઘરી બનાવે છે અને તેમને પણ આ તહેવાર ઉજવવાથી વંચિત રહેવા દેવામાં આવતા નથી.

ગ્રાફિક્સ

માવાઘારી 460 રૂપિયા કિલો
બદામ પીસ્તા ઘારી 520
સ્પેશિયલ કેસર બદામ પીસ્તા ઘારી 540
સ્વીસ ચોકલેટ નટ્સ 540
ઓરેંગ બુખારી 520
અંજીર અખરોટ 520
કાજુ મેંગો મેજિક 520
સ્ટોબેરી નટ્સ 520
સ્પેશિયલ કૃષ્ણ કસ્તુરી 560
અફઘાની ડ્રાય ફ્રુટ્સ 560

સુગર ફ્રી

સ્પેશિયલ બદામ પીસ્તા 620 રૂપિયા કિલો
સ્પેશિયલ કેસર બદામ 640 રૂપિયા કિલો મળે છે

જોકે ઘારી ભલે મોંઘવારી ની માર થી મોંઘી બનતી હોય પરંતુ ઘારી માટે કોઈ પણ ખર્ચો કરવા લોકો તૈયાર રહે છે અને પોતે તો ઘારીનો લુત્ફ ઉઠાવેજ છે સાથોસાથ વિદેશોમાં રહેતા પોતાના સ્વજનોને પણ ઘારી મોકલી રહ્યા છે.