ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

સંજય જોશી ટ્રેન નહી વિમાન માર્ગે દિલ્લી જશે, શુ ટ્રેનની ટિકિટ મોદીએ રદ્દ કરાવી ?

P.R
રાષ્ટ્રીય રાજકારણમાં પોતાના કટ્ટર વિરોધી સંજય જોશીની વિકેટ પાડ્યા બાદ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સંજય જોશીનો જોરદાર ભય લાગે છે એ વાત ફરી એકવાર સાબિત થઇ છે. સંજય જોશી આવતીકાલે મુંબઈથી પશ્ચિમ એક્ષપ્રેસમાં દિલ્હી જવા માટે નીકળવાના હતા અને એ દરમિયાન તેમનું ગુજરાતમાં ઠેરઠેર સ્વાગત થવાનું હતું પરંતુ જોશીના આ શક્તિપ્રદર્શનથી ગભરાયેલી મોદી છાવણીએ તાત્કાલિક મોવડી મંડળને રજૂઆત કરીને જોશીની ટ્રેન યાત્રા રદ્દ કરાવી દીધી છે. હવે જોશી વિમાન માર્ગે મુંબઈથી દિલ્હી જશે.

આધારભૂત સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપવાના મામલે પાર્ટી અધ્યક્ષ નીતિન ગડકરી સહિત સંજય જોશીને કદ પ્રમાણે વેતરી નાખનાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમના કટ્ટર હરીફ સંજય જોશીને છેક સુધી છોડવા માંગતા નથી. મુંબઈથી દિલ્હી સુધીનો આવતીકાલનો પ્રવાસ સંજય જોશી પશ્ચિમ એક્ષપ્રેસ દ્વારા ખેડવાના હતા. આ પ્રવાસ દરમિયાન ટ્રેન અમદાવાદને બાદ કરતા ગુજરાતના તમામ મોટા શહેરોમાંથી પસાર થાય અને એ દરમિયાન મોદી વિરોધી છાવણીના કાર્યકરો દરેક સ્ટેશન પર મોટી સંખ્યામાં ઉમટી પડે અને કેશુભાઈ પટેલે ગુજરાતમાં મોદી વિરોધી મોજું તૈયાર કર્યું છે એને ઈંજન મળે તેવી પ્રબળ સંભાવના હતી.

આ સંભાવનાથી ગભરાયેલી મોદી છાવણીએ આજે બપોરથી જ દિલ્હીમાં મોવડી મંડળ ને ઉગ્ર રજૂઆત કરી હતી, જેને પગલે સંજય જોશીને મોવડી મંડળે આવી કોઈ પ્રવૃત્તિમાં ઉતારવાનું ટાળીને વિમાન માર્ગે જ મુંબઈથી દિલ્હી જવાની ફરજ પાડવામાં આવી છે.