શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 9 જૂન 2015 (17:52 IST)

સરકાર જ્યાંથી બેઠી છે તેવા ગાંધીનગરમાં જ 15 હજાર લોકો જાહેરમાં શૌચક્રિયા કરે છે

ગુજરાતની ભાજપ સરકારે સ્વચ્છતા અભિયાન આદરીને ઘેર ઘેર શૌચાલયના નારા આપી રહી છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં જાહેર શૌચાલયોનો અભાવ છે અને ૧૫૦૦૦ લોકો જાહેરમાં શૌચક્રિયા માટે જતાં હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગાંધીનગરમાં ઝૂંપડપટ્ટી અને ખુલ્લામાં વસવાટ કરતા લોકો જાહેર શૌચાલયોના અભાવે જાહેરમાં કુદરતી હાજતે જઈ રહ્યા છે અને અંદાજે ૧૫૦૦૦ જેટલા લોકો ખુલ્લામાં શૌચક્રિયા માટે જતા હોવાનું કહેવાય છે ત્યારે આવા લોકો માટે જાહેર શૌચાલયો બનાવવા જોઈએ. પાટનગરમાં પે એન્ડ યુઝ શૌચાલયો બનાવવામાં આવ્યા છે પરંતુ આ શૌચાલયો જાળવણીના અભાવે જર્જરિત બની ગયા છે. પાટનગરમાં માત્ર પાંચ જેટલા જાહેર શૌચાલયોનું નિર્માણ કરાયું હતું જે વર્ષ ૨૦૦૬માં બનાવવામાં આવ્યા હતા પરંતુ જાહેર શૌચાલયો બનાવવાનો પ્રોજેક્ટ પણ બંધ કરી દેવાયો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પાટનગર ગાંધીનગરના સ્થાનિક ઝૂંપડપટ્ટીના રહીશોએ જિલ્લા કલેક્ટરને જાહેર શૌચાલયો બનાવવા રજૂઆત કરી હતી અને અમદાવાદમાં જાહેર શૌચાલયોમાં શૌચક્રિયા માટે જતા વ્યક્તિને એક રૂપિયો આપવામાં આવે છે. એક રૂપિયાના કારણે લોકો ખુલ્લામાં જવાને બદલે જાહેર શૌચાલયોનો ઉપયોગ કરવા લાગ્યા છે. આથી અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ આવી યોજના શરૂ કરીને પ્રોત્સાહન આપવાની માગ પણ ઊઠી છે.