ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|
Last Modified: ભોપાલ , ગુરુવાર, 1 નવેમ્બર 2007 (18:57 IST)

સરદારના નામ પર એવોર્ડ - મપ્ર

ભોપાલ (વાર્તા) મપ્ર સરકાર લોખંડી પુરૂષ વલ્લભ ભાઇ પટેલના નામ પર પુરસ્કાર શરૂ કરશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોખંડી પુરૂષ વલ્લભભાઇ પટેલના નામ પર કૃષિ અથવા એક અન્ય ક્ષેત્રમાં ઉલ્લેખનિય કાર્ય કરવાવાળા વ્યક્તિને દર વર્ષે એક લાખ 51 હજાર રૂપિયા પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે.

શ્રી ચૌહાણે બુધવારે મપ્ર કૂર્મિ ક્ષત્રીય સમાજ દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઇ પટેલની 132મી જયંતી પર પ્રવચન આપતા ઘોષણા કરી હતી કે સરદાર પટેલે દેશને ટુકડામાં ફેરવાતા બચાવી લીધો હતો અને દેશના સંઘમાં જોડાણનું બહું ઉમદા કાર્ય તેઓએ કર્યું હતું. પટેલનું જીવન રાષ્ટ્રના ગૌરવશાળી ભૌગોલિક સ્વરૂપને કાયમ રાખવામાં સતત ચિંતિત અને કાર્યરત રહ્યા હતા.

તેઓએ વધુમાં કહ્યું કે, પટેલની જન્મ જયંતી પર સરકારી વિદ્યાલયોમાં સમારોહ આયોજીત કરવામાં આવશે તેમજ જિલ્લામાં સરદાર પટેલની પ્રતિમાઓની સ્થાપના માટે આવશ્યક પગલાઓ ભરવામાં આવશે.