ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 26 જૂન 2014 (17:05 IST)

સાંઈબાબાના મંદિરોમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ નીચે કેમ રાખવામાં આવે છે?: દ્વારકાના શારદા પીઠના દંડીસ્વામી

શિરડી ખાતે આવેલા સાંઈબાબાના મંદિર તેમજ શિરડી ટ્રસ્ટ અને સાંઈ ભક્તો સબંધે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ આક્રમક નિવેદન આપ્યા બાદ આજે દ્વારકાના શારદા પીઠના દંડીસ્વામી એ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, સાંઈબાબાના અનુયાઈઓએ જ્યાં જ્યાં મંદિરો બનાવેલા છે, ત્યાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ નીચે રાખેલ છે અને સાંઈબાબાની મૂર્તિ ઉપર રાખેલ છે. જયારે સાંઈબાબાની ઈચ્છા હતી કે શિરડીમાં ફક્ત મારી સમાધિ બને અને બીજી કોઇ જગ્યાએ મારું મંદિર ન બનાવવામાં આવે પરંતુ મંદિરના ટ્રસ્ટી સાંઈબાબાની ઈચ્છા વિરુદ્ધ જઇ ગામે ગામે સાંઇબાબાના મંદીર બનાવે છે. ઉપરાંત ટ્રસ્ટને દાનમાં આવેલું સોનું કે ચાંદી અથવા રુપિયાનો ઉપયોગ સ્વાસ્થય કેન્દ્ર , શિક્ષાકેન્દ્ર અને ગરિબો માટે કરવામા નથી આવતા પરંતુ તેના ફક્ત સાંઇબાબાના મંદીર જ બનાવવામા આવે છે.

જ્યારે સાંઇબાબાને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે તો કોઇ મસ્જિદમાં સાઇબાબાનો ફોટો કે મુર્તી કેમ રાખવામા નથી આવતી. સાચા મુસ્લિમો ફક્ત ખુદાની સામે જ પોતાનું માથુ ઝુંકાવે છે, બીજા કોઇ પાસે માથુ ઝુંકાવતા નથી તેથી તે મુસલમાનોના પણ ભગવાન નથી.