શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

સાણંદમાં નેનો પ્રોજેક્ટ એમ થોડો આવ્યો છે!

ઉષા ચંદાના

સિંગુરથી દાઝેલા રતન ટાટા મોદીનાં ખોળામાં બેસી ગયા છે. પણ નેનો પ્રોજેક્ટ એમ જ ગુજરાતને મળ્યો નથી. તેના માટે ગુજરાત સરકારે ટાટા મોટર્સને કરોડો રૂપિયાની સબસિડી આપી છે. મોદી સરકાર ભલે તે અંગે કંઈ પણ ન કહે પણ તેની પોલ ખુલી ગઈ છે. મંગળવારે કોંગ્રેસે પણ ટાટાને આપવામાં આવેલા રાહતો અંગે આરોપો લગાવ્યા હતાં. તો આ અંગે વેબદુનિયાએ પણ ખાસ તપાસ કરી છે. જોઈએ શું છે હકીકત...

સાણંદનો ઈતિહાસ-વર્તમાનઃ
ટાટાને પ્રોજેક્ટ માટે 1100 એકર જમીન આપવામાં આવી છે. જો કે સાણંદનાં દરબાર જયસિંહ વાઘેલાનાં જણાવ્યા મુજબ સમગ્ર પ્રોજેક્ટ 2200 એકર જમીન પર આકાર લેશે. આ પ્રોજેક્ટ માટે 300 ખેડૂતોની જમીન લેવામાં આવી છે.

આ લાખ રૂપિયાની કાર માટે જે જમીન પસંદ કરવામાં આવી છે તે જમીન 1901માં ખેડૂતોએ દુષ્કાળમાં રાહત પહોચાડવા બ્રીટીશ હકુમતને આપી હતી. તે 100 વર્ષનાં ભાડા પટ્ટે આપી હતી. જે 2001માં પૂર્ણ થયા હતાં. જો કે તે અંગે કરારનાં દસ્તાવેજો માંગતાં તે મળ્યા હતાં.

જો કે કેટલાંક ખેડૂતો આ અંગે અલગ મત ધરાવે છે. ટાટાને 900 રૂપિયા પ્રતિ વર્ગ મીટરનાં ભાવે જમીન આપવામાં આવી છે. પણ જમીનનાં ભાવ આસમાને જતાં રહેતાં લોકોમાં ધીરજ ખૂટી રહી છે. સ્થાનિક દરબારનાં ભાજપ સાથેનાં ઘરોબાને કારણે આગામી ચુંટણીમાં તેનો પ્રભાવ પડ્યા વગર રહેશે નહીં.

મોદી માટે વરદાનઃ
નેનો પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી માટે વરદાન સાબિત થયું છે. તેને કોર્પોરેટ જગતમાં સ્વીકૃતિ મળી છે. તેમજ તેની છબીમાં સુધારો થયો છે. વળી નેનો લઈને ખેડૂતોનો અસંતોષ હજુ બહાર આવ્યો નથી. તેથી તેમના ચહેરા પર સ્મિત જોઈ શકાય છે. જાણે કે તેમની પર લાગેલા બધાં આરોપો ધોવાઈ ગયા હોય તેવો અહેસાસ તેમને થઈ રહ્યો છે.

વળતરને લઈને અસમંજસઃ
કેટલાંય ખેડૂતો જમીનનાં બદલામાં મળેલા વળતરથી નાખુશ છે. વળતર મળવાની શરૂઆત થઈ ગઈ છે. તેમજ નેનો પ્રોજેક્ટ માટે બનાવવામાં આવેલા માર્ગમાં લેવામાં આવેલી જમીનનાં માલિકોને ખૂબ સારૂ વળતર મળ્યું છે. છારોડીનાં ત્રણ મુસ્લિમ જમીનદાર નઝીર ખાન, શમશેર ખાન અને સઈદ અહમદ ખાનને કુલ થઈને ત્રણ કરોડ રૂપિયા મળ્યા છે. તેથી તેઓ ખુશ છે.

જીઆઈડીસીએ અત્યારસુધીમાં ખેડૂતોને રૂ. 20 કરોડની વહેચણી કરી છે. જેમાંથી 90 ટકા ટાટા જ્યારે 10 ટકા સરકાર તરફથી આપવામાં આવે છે. જો કે પહેલાં પ્રતિ વર્ગમીટર રૂ. 1100નાં ભાવે જમીન આપવામાં આવતી હતી. તે હવે રૂ. 990 કરી દેવામાં આવ્યા છે. તેથી ખેડૂતો થોડા નિરાશ બન્યા છે.

હાલ માં નેનો પ્રોજેક્ટ માટે 24 કલાક કામ ચાલે છે. અને ખૂબ જલ્દી નેનો પ્રોજેક્ટ સ્થપાશે તેવી શક્યતા છે.

કોંગ્રેસનો આરોપઃ
કોંગ્રેસનાં નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કેન્દ્રે ટાટાનાં રૂ. 15,000 કરોડનાં 4000 મેગાવોટને મંજૂરી આપી તેની કોઈ પ્રસિધ્ધિ લીધી હતી. જ્યારે મોદી રૂ. 1500 કરોડનાં નેનો પ્રોજેક્ટ માટે જાહેરાત કરતી ફરે છે. તો પ્રદેશ પ્રમુખ ફાલ્ગુન પટેલે આરોપ લગાવ્યો છે કે નેનો પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની રાહતો આપી છે.

જેમાં મોટા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા, વિજળીનો અવિરત પ્રવાહ, રસ્તા, પ્રદુષણ નિકાલ માટે પાઈપલાઈન અને રેલ્વે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ સરકાર ઉભી કરી આપશે. તેમજ અમદાવાદ નજીક ટાઉનશીપ માટે 100 એકર જમીન પણ સરકાર આપશે. તો 20 વર્ષ સુધી 0.1 ટકાનાં વ્યાજથી રૂ. 9570 કરોડની લોન આપશે. તેમજ વેટ, કારનાં વેચાણ, કોમ્પોનન્ટની ખરીદી પરનો વેટ, સીએટીની ગ્રોસ એલોટમેન્ટની શરતો, સ્ટેમ્પ ડ્યુટી, જમીન ટ્રાન્સફર ફી વગેરે થઈને લગભગ રૂ. 10,000 કરોડની રાહત આપવા જઈ રહ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ શરતોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમજ કેબીનેટની બેઠકમાં તેનો સ્વીકાર કરવામાં આવશે.