ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સુરત , શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (10:04 IST)

સુરત એરપોર્ટનાં નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન

સુરત શહેરનાં એરપોર્ટનાં નવા બિલ્ડીંગનું કેન્દ્રનાં રાજ્યકક્ષાનાં મંત્રી દિનશા પટેલે વિધિવત રીતે ઉદ્ધાટન કર્યું હતું. આ સાથે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની દિશામાં એક પગલું આગળ ભર્યુ છે. જો કે આ સમારોહમાં નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ કોઈક કારણોસર હાજર રહી શક્યા નહતા.

આ પ્રસંગે મંત્રી દિનશા પટેલે જણાવ્યું હતું કે વિકાસની વાત આવે ત્યારે સર્વેએ સાથે મળીને કામ કરવું જોઈએ. તો એરપોર્ટ ઓથોરિટીનાં ચેરમેન વી.પી. અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ માટે 864 હેક્ટર જમીન મળી ગયા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાનું કાર્ગો ટર્મીનલ અને બીજો રન વે બનાવી શકાશે. હીરા ઉદ્યોગનાં હબ સમાન સુરત માટે વર્ષોથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની માંગ કરવામાં આવી હતી.

હાલમાં સુરતનાં રન વે 2250 મીટર લાંબો કરી દેવામાં આવ્યો છે. તેમજ એટીસી ટાવર અને અત્યાધુનિક ટર્મીનલ બિલ્ડીંગ પણ તૈયાર કરી દેવામાં આવશે. જે આ વર્ષે મે મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે. તો વીઝીબીલિટીની સમસ્યા દૂર કરવા માર્ચ મહિના સુધીમાં સિસ્ટમ ગોઠવાઈ જશે.