શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 2 જાન્યુઆરી 2012 (10:55 IST)

સુરતમાંથી 2.38 લાખની નકલી નોટ સાથે 3ની ધરપકડ

P.R
સુરત એસ.ઓ.જી.એ આજે 2.38 લાખની નકલી ચલણી નોટ સાથે 3 ની ધરપકડ કરી છે.અગાઉ થી મળેલ બાતમીના આધારે સરથાણા જકાતનાકા પાસે થી નકલી નોટોના જથ્થા સાથે આ આરોપીઓ પસાર થતા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા. સુત્રો મારફત મળેલ માહીતી મુજબ આરોપીઓ પોતાના ધરમાંજ કલર ઝેરોક્ષ મશીન પર આ નકલી નોટ બનાવતા હતા .રૂપિયા 50,500 અને 1000ની એકજ નંબરની નકલી નોટ બનાવતા આરોપીને પકડી લઈને સુરત એસ.ઓ.જી.એ મોટી સફળતા મેળવી છે.

આ અગાઉ ગુજરાત એ.ટી.એસ દ્ગારા વડોદરા એક ઓપરેશન કરી ને નકલી નોટ વેચવાંનુ કામ કરતાં કેટલાંકને ઝડપી લીધા હતા અને તે પ્રકરણમાં સુરતમાંથી એક કોન્સટેબલની ધરપકડ કરવામાં આવી હતી.