ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

સુરેશ પટેલ અડવાણીની સામે ઉમેદવાર

કોંગ્રેસે ગાંધીનગર, નવસારીથી ઉમેદવાર જાહેર કર્યા

લાંબી ચર્ચા વિચારણા અને જાતિગત સમીકરણોને ધ્યાનમાં લીધા બાદ કોંગ્રેસે ગાંધીનગર બેઠક માટે કલોલનાં ધારાસભ્ય સુરેશ પટેલની પસંદગી કરી છે.

મંગળવારે કોંગ્રેસ ગુજરાતનાં બે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં ગાંધીનગરથી સુરેશ પટેલ અને નવસારીથી ભાવનાબેન પટેલનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ અંગે હજી સસ્પેન્સ ચાલુ છે.

આ અગાઉ ગાંધીનગર બેઠક પરથી ક્ષત્રિય ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડાની પસંદગી થાય તેવી શક્યતા હતી. પણ ગાંધીનગર બેઠકનું જાતિગત રાજકારણને જોયા બાદ કલોલનાં કોંગ્રેસે સુરેશ પટેલ પર પસંદગી ઉતારી છે.

ઉલ્લેખનીય છે કે આ બંને બેઠકો ભાજપને વફાદાર રહી છે. ગાંધીનગરથી એલ.કે.અડવાણી અને નવસારી સી.આર.પાટીલ જીત માટે મજબૂત ઉમેદવાર ગણાય છે.