ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: વડોદરા , ગુરુવાર, 24 એપ્રિલ 2008 (13:05 IST)

હવાઈ મથકોની સુવિધાઓ વધે : મોદી

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક વિમાનન મંત્રી પ્રફુલ્લ પટેલને અનુરોધ કર્યો હતો કે તે રાજ્યનાં 20 હવાઈમથકો પર શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે જેથી હવાઈ સેવાને સુધારી શકાય તથા પર્યટન અને ઔદ્યોગિક વિકાસ સુનિશ્ચિત કરી શકાય.

પોરબંદરમાં નવા ટર્મિનલ ભવનનાં ઉદ્ધાટન પ્રસંગે મોદીએ હવાઈ મથકો પર આધારભૂત સુવિધાઓમાં સુધાર લાવવાની યોજના તૈયાર કરવા જણાવ્યું હતું.

તેમણે હવાઈ મથકો પર રાત્રી લેન્ડિંગ સુવિધા, રાત્રી સેવા તથા ભાડામાં ઘટાડાની પણ માંગણી કરી હતી. જેથી વધુને વધુ પ્રવાસીઓને આકર્ષિત કરી શકાય. મોદીએ ગુજરાતમાં દરેક હવામાનને અનુકૂળ હવાઈ મથકોનાં વિકાસની જરૂરરિયાત પર પણ ભાર મૂક્યો હતો.