બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 1 મે 2014 (14:13 IST)

હેપ્પી બર્થ ડે ગુજરાતઃ જાણો અત્યાર સુધીના ગુજરાતના ચઢાણ-ઉતાર

તો હવે  જઈએ ગુજરાતની છેલ્લી 54 વર્ષની  સફર પર..આટલા વર્ષો દરમ્યાન ગુજરાતે ઘણાં સારા-નરસા પ્રસંગો જોયા છે.. તેના પર એક નજર કરીએ.. 
 
1960 થી જયારથી ગુજરાત અસ્તિત્વમાં આવ્યુ છે ત્યારથી તે વિકાસના પંથ પર આગળ છે..આવો આજે  ગુજરાતની 50 વર્ષોની સફર પર જઈએ.1960માં જયારે રાજય અસ્તિત્વમાં આવ્યુ ત્યારે રાજયનુ પાટનગર હતુ અમદાવાદ .અને 1972માં પાટનદર અમદાવાદથી ખસેડીને ગાંધીનગર. લઈ જવાયુ. 
 
1960માં જ અમદાવાદ ખાતે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. 
1961માં IIM અને નેશનલ ઈન્સીટયુટ ઓફ ડાઈનની શરુઆત થઈ. 
1961માં જ અંકલેશ્નર ખાતે ઓઈલ મળી આવ્યુ, 
1966માં  વિક્રમસારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરની શરુઆત થઈ 
1973માં શરુ થયુ નવનિર્માણ આંદોલન.અને તેના પરિણામે 9 ફેબ્રુઆરી 1974નાં રોજ રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યુ. 
1979માં મોરબી સ્થીત મચ્છુ ડેમનાં કારણે આવેલા પુરને કારણે હજારો લોકોનાં મોત થયા હતા. 
2001માં ગુજરાતમાં ભુકંપને કારણે આશરે 4000  જેટલા લોકોના મોત થયા હતા અને કચ્છમાં સૌથી વધુ તારાજી થઈ હતી..અને આજે એ જ કચ્છ એ સદમાંને ભુલીને આગળ વધ્યુ છે 
 2002માં ગુજરાતે રમખાણો જોયા તો2004ના વર્ષમાં ગુજરાતે  અક્ષરધામ મંદિર પર થયેલ આતંકવાદી હુમલાનો પણ નિર્ભયતાથી સામના કર્યે 
2009માં અમદાવાદમાં BRTS પ્રોજેકટની  શરુઆત કરવામાં આવી. 
2010માં ગુજરાતે સ્વર્ણિમ જયંતીની ઉજવણી કરતા 50 વર્ષ પુરા કર્યા 
ગુજરાતની વસ્તી છેલ્લા 50 વર્ષોમાં વધીને સાડા છ કરોડને આંબી ગઈ છે 
તો કોઈ પણ આફત કેમના આવે. ગુજરાતે વિકાસ કર્યો છે.કરી રહયો છે અને કરતો રહેશે કે ચોકકસ છે.અને ગુજરાતની અસ્મીતો અને જુસ્સો આવો જ જળવાઈ રહેશે.