મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 1 ઑગસ્ટ 2013 (13:43 IST)

‘ગુજરાત કી આંખો કા તારા' સાપુતારામાં એક મહિનો ચોમાસુ મહોત્સવ

P.R


ટુરિઝમના વિકાસ માટે એક રાજનૈતિક ઇચ્છા અને તીવ્ર અભિલાષાની જરૂર હોય છે જે ગુજરાતમાં સંપૂર્ણપણે છે. વર્ષ ર૦૧ર-ર૦૧૩માં પ્રવાસીઓની સંખ્યા રપ૪.૦૯ લાખ હતી કે જે ર૦૧૧-ર૦૧ર ના કરતા ૧૩.૬ર% વધારે છે. ‘લોન્લીર પ્લાનેટ ઇંડિયા' એ થોડા સમય પહેલા ગુજરાતને સૌથી ઝડપથી ઉભરતુ ટ્રરિઝમ સ્થા્ન ગણાવ્યું છે. તેમ પ્રવાસન મંત્રી સૌરભ પટેલે પત્રકારોને જણાવ્યું હતું.

ગુજરાતનું એક મોટુ હિલ-સ્ટેશન સાપુતારા ખાસ કરીને ચોમાસામાં આનંદ દાયક બને છે.આ સમય દરમ્યા ન જંગલી ટેકરા લીલાછમ અને ધોધ પ્રભાવશાળી બને છે. જંગલી કુલો ખીલી ઉઠે છે. દરિયાથી મોટી ઉચાઇએ આવેલા પ્રદેશ જેમ કે હિમાલય પર્વતમાળાની સરખામણીમાં સાપુતારા ચોમાસામાં પણ સુલભ છે જેને કારણે ચોમાસામાં પીક સીઝનને લંબાવી શકાય છ.ે ટુરિઝમ કોર્પોરેશન આ તક ઝડપીને દર વર્ષે મોનસુન ફેસ્ટી વલનું આયોજન કરે છે. ફેસ્ટીોવલ ૩ ઓગસ્ટ થી ૧ સપ્ટેતમ્બ ર સુધી ચાલશે.

વર્ષ ર૦૧ર-૧૩ માં સાપુતારામાં ર,૯૯,૧૮પ પર્યટકો આવ્યા , વર્ષ ર૦૧૧-ર૦૧ર માં આ આંકડો ર,૦૪,૩૬૬ નો હતો. કહી શકાય કે ગયા વર્ષમાં ૪૬ ટકાનો વધારો થયો છે. સાપુતારામાં ર૭ હોટેલો, ગેસ્ટ૧ હાઉસ છે જેના કુલ મળીને ૬૩પ રૂમ થાય છે. ગયા વર્ષના ર૯ દિવસના (૪ થી ઓગસ્ટો થી ૧ લી સપ્ટેમ્બ૩ર ર૦૧ર) મોનસૂન ફેસ્ટી વલ દરમ્યા ન ર૭,૩ર૭ પર્યટકોએ અહી ઉતારો લીધો હતો.

આ વર્ષના મોંનસૂન ફેસ્ટીેવલનું ઉદઘાટન પ્રવાસન મંત્રી શ્રી સૌરભ પટેલ તા. ૩ જી ઓગસ્ટેી કરશે. કાર્યક્રમમાં હાજર શ્રી કમલેશ પટેલ, ચેરમેન ગુજરાત પ્રવાસન નિગમ લિ. શ્રી વિપુલ મિત્રા, મુખ્યહ સચિવ, ટૂરીઝમ શ્રી સંજય કૌલ, ટૂરીઝમ કમિશ્નર અને મેનેજીંગ ડીરેકટર ગુજરાત પ્રવાસન નિગમ લિ. શ્રી દિનેશ દાસા, ડાયરેકટર, ગુજરાત પ્રવાસન નિગમ લિ. શ્રી જી. આર. ચૌધરી, કલેકટર ડાંગ, શ્રી મંગલ ગાવીત એમ.એલ.એ. ડાંગ, શ્રી રામેશ ચૌધરી, વાઇસ-પ્રેસીડેન્ટ , ડાંગ જીલ્લો તથા અન્ય સ્થારનિક આગેવાનો હાજર રહેશે. હસ્તડકલા અને ખાન-પાનનું બજાર બોટ હાઉસ ગ્રાઉન્ડ્ પર ઉભુ કરવામાં આવશે. કાર્યક્રમોમાં લેઝર શો ની સાથે સાથે દોરડા ખેંચ, સંગીત ખુરશી, ફોટો કોર્નર જેવી મનોરંજન વાળી રમતોનું પણ આયોજન થયું છે. સ્થાથનિક આદિવાસી પ્રજા ડાંગીઓની જીવન પધ્ધ તિ વિષે માહિતી મળે અને જાગૃતિ આવે તે માટે સાંસ્કૃરતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુંન છે.

સાપુતારામાં જોવા લાયક સ્થેળોમાં ગિરાનો ધોધ, સાપુતારા તળાવ, વાંસદા રાષ્ટ્રીય પાર્ક, પૂણા અભ્યાંરણ્યર, વન નર્સરી, તળાવ બગીચો, રોઝ ગાર્ડન, સ્ટે્પ ગાર્ડન, નાગેશ્વર મહાદેવ મંદિર, વગેરેનો સમાવેશ થાય છે.

રામાટ્રેલ પ્રોજેકટને પ્રવાસન સાથે જોડી સ્થાનનિક વિકાસને પ્રાધાન્ય આપવાનું છે. આ પ્રોજેકટ દ્વારા સ્થાછનિક કોમને ફળદાયી રોજગાર આપવાનો તથા પ્રદેશની પૌરાણિક સંસ્કૃરતિને જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યોફ છે. રામ, સીતા અને લક્ષ્મણે વનવાસ દરમ્યાછન જે સ્થપળોની મુલાકાત લીધી હતી તે સ્થઆળોને ધાર્મિક મહત્વાના પ્રવાસન સ્થેળો તરીકે વિકાસવવામાં આવશે. આ હેઠળ ડાંગ જીલ્લાના શબરીધામ, પંપા સરોવર અને

અંજન સરોવરને ઓળખવામાં આવ્યાા છે. બીજા સ્થાળો જેમ કે ઉનઇ અને રામેશ્વર ડાંગની આજુબાજુ આવેલા છે.

GUJTOP કે જે ILFS અને TCGL વચ્ચેસની સંયુકત વેંચર કંપની છે તેણે ઇકો ટ્રરીઝમ પ્રોજેકટ્સહ માટે સાપુતારાને એક આદર્શ સ્થેળ ગણાવ્યું છે. વન વિભાગની સાથે મળીને સાપુતારામાં આવા ઇકો-ટુરીઝમને વિકસાવવાના પ્રોજેકટસ ઉપર કામગીરી ચાલી રહી છે. આ સુંદર હિલ-સ્ટેરશનની ક્ષમતા અને સ્થાીનિકોને રોજગાર પૂરી પાડવા જેવી બાબતોને ધ્યાેનમાં લઇ પર્યટકો અને પ્રવાસીઓ માટે સામાન્યા પાયાની સગવડો સાથેના ઉતારાની વ્ય્વસ્થાન કરવાનું પણ આયોજન ચાલી રહ્યું છે.

ગુજરાત પ્રવાસનના બ્રાંડ એમ્બેોસડર અમિતાભ બચ્ચે્ન સાપુતારાનું વર્ણન ‘ગુજરાત કી આંખો કા તારા' તરીકે ખરા શબ્દો માં કર્ર્યુ છે.