શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By સીમા પાંડે|

'ઈમાન'

એક દિવસે બેંકમાં બહું ભીડ હતી. અચાનક ચીસ ઉઠી. કદાચ કોઈની કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હતી. પળવારમાં જ ભીડે તે વ્યકિતને ઘેરી લીધો.

ત્યાં ઉભેલા પોલીસને પોતાની જવાબદારીનું ભાન થયું. ભીડને પાર કરી તે એ વ્યક્તિ પાસે પહોચ્યોં અને વટથી બોલ્યો- 'કેમ શુ થયું ?

'સાહેબ મારી.... થેલી... પ્લાસ્ટિકની.... થેલી.... અહીં ક્યાંક.. કોઈએ... ખોવાઈ ગઈ સાહેબ....' દુબળો પાતળો વ્યકિત ગભરાટમાં અને લાચારીમાં તોતડાયો.

'અરે ! થેલીમાં આવું તે શું હતુ? પ્રશ્ન પૂછીને પોલીસવાળો પોતાની આસપાસ જોઈને મૂંછમાં હસ્યો.

સાહેબ હજાર રૂપિયા હતા' માણસ આજીજી કરતો બોલ્યો.

વર્ધીવાળાએ એના પહેરવેશ પર ઉપરથી નીચે નજર કરીને કહ્યું- ' હજાર રૂપિયા તારા હતાં?

આ વિશ્વાસથી ભરેલા સવાલે તેના સ્વભિમાનને લલકાર્યુ, આ વખતે માથું ઉચકીને કઠોરતાથી બોલ્યો - 'બધા રૂપિયા મારા જ હતા.એક એક પાઈ જાત મેહનતથી કમાવેલી અને એટલાજ મેહનતથી જોડેલી" એની ગુસ્સાથી ભરેલી નજર પોલીસ પર જામી ગઈ.

એ તિક્ષ્ણ નજરમાં શું વાત હતી કે પોલીસનો સ્વર પિગળી ગયો. એને ગભરાઈને પૂછ્યુ- રૂપિયા મળશે તો તુ ઓળખી લઈશ ?

રૂપિયાની કોઈ ઓળખાણ થોડી હોય છે. હા, આ જેની પાસે પહોંચી જાય છે, તેને બધાં જરુર ઓળખી લે છે.રૂપિયાનો કોઈ ઈમાન તો હોતો નથી, જેની પાસે જાય છે તેના થઈ જાય છે, અને એનો ઈમાન ખરાબ કરી દે છે'. ખોવાયેલા રૂપિયાએ, એ વ્યકિતને દાર્શનિક બનાવી દિધો હતો.

ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ