શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By
Last Modified: મંગળવાર, 15 એપ્રિલ 2014 (14:36 IST)

ગુજરાતી ટૂંકી વાર્તા - ઔચિત્ય

મહિલા દિવસનું આયોજન હતુ. હોલ મહિલાઓથી ખચોખચ ભરાયેલો હતો. ફુસફુસાહટ વચ્ચે વાતાવરણમાં અત્તરની સુંગંધ સહિત મધુર સ્વર ગૂંજી ઉઠ્યો.  એક મહિલા સ્ટેજ ઉપર ભાષણ આપી રહી હતી .  "આપણે સ્ત્રીઓ હવે ઘરમાં  સજાવટની વસ્તુ નથી રહી. આપણું પણ એક જુદુ અસ્તિત્વ છે, આપણો પણ ધ્યેય છે,  આપણી પણ જરૂરિયાત છે..... 
 
કેટલીક મહિલાઓ હોલમાં બેસી બીજી મહિલાઓ સાથે અભિવાદનની લેવડ-દેવડ, બીજાના વસ્ત્રોની ટિપ્પણી કરતી અને  વચ્ચે- વચ્ચે તાળી પણ વગાડતી. આ મહિલાઓની ગપશપમાં શ્રીમતી શર્માએ શ્રીમતી સિન્હાને પુછ્યુ "શુ થયું  મિસિસ સિન્હા તમને આવવામાં મોડુ કેમ થઈ ગયુ ? સિન્હા 
સાહેબની તબિયત તો ઠીક છે ને ? શ્રીમતી સિન્હા હળવેથી મલકાઈને બોલી 'સિન્હાજીની તબિયત તો પહેલાથી સારી જ છે પણ મોડુ તો વહુના આફિસ જવાને કારણ થઈ ગયુ.  આજે શીનુની તેના બોસ સાથે મીટીંગ હતી.  શ્રીમતી શર્માની આંખોમાં જિજ્ઞાસા જાગી, ચહેરા પર અંચબાનો ભાવ લાવી, તરત જ કહી "તો પછી ...", ! "પછી શું ! શીનુ મૂંઝવણમાં હતી, શું કરવું કેવી રીતે બોસ ને ના પાડુ. તો હું જ કહ્યુ કે ચિંતા ના કર. તમે મીટીંગ પુરી કરી આવો પછી હું ફંકશન માં જઈશ. જયારે તે ઘરે આવી ત્યારબાદ હુ આવી. 
 
 શ્રીમતી સિંન્હા આ જણાવતી હતી ત્યારે તેના ચેહરા પર આત્મસંતુષ્ટીનો ભાવ અને સંતોષ હતો ! શ્રીમતી શર્માના ચેહરા પર બનાવટી હાસ્ય, અકળામણ અને હાર હતી. સ્ટેજ પર ભાષણ અંતિમ તબક્કે હતું...જ્યારે આપણે સ્ત્રીઓ  સ્ત્રીઓને સમજવા લાગીશુ તે દિવસથી જ આપણી પ્રગતિ તરફ આપણું પ્રથમ પગલું હશે