ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By નઇ દુનિયા|

જેવુ કર્મ તેવુ ફળ

N.D
મનુષ્યની ઓળખ કર્મોથી થાય છે. શ્રેષ્ઠ કર્મોથી તે શ્રેષ્ઠ બને છે, અને ધૃણાસ્પદ કે નિકૃષ્ટ કર્મોથી તેનુ પતન થાય છે. કર્મોનુસાર ફળ ભોગવાનો સિધ્ધાંત અફળ છે. ભારતીય સંસ્કૃતિ કર્મ ફળમાં વિશ્વાસ કરે છે. મનુષ્ય જે કાંઈ પણ મેળવે છે, તે તેના કર્મનું જ ફળ છે.

જ્યારે આપણે પ્રકૃતિની તરફ નજર નાખીએ છીએ તો જોઈએ છીએ કે સૂર્ય સમય પર ઉગે છે અને સમય પર આથમે છે. ગૃહ-નક્ષત્ર સર્વ પોતાની ગતિ મુજબ ફરી રહ્યા છે. રાત-દિવસના ક્રમમાં પણ કદી વ્યતિક્રમ નથી હોતો. આ બધુ જોવાથી તો આ નિષ્કર્ષ નીકળે છે કે સૃષ્ટિકર્તા સિધ્ધાંતો અને નીતિ-નિયમોની મદદે જ સૃષ્ટિ સંચાલન કરે છે.

પછી મનુષ્યોમાં કોઈ સુખી તો કોઈ દુ:ખી કેમ ? આનો એક જ જવાબ છે પ્રકૃતિ નિર્વિકાર અને મનુષ્ય વિકારી. પ્રકૃતિમાં કોઈ મિલાવટ નથી જ્યારે કે મનુષ્યએ પોતાની મૂળ પ્રકૃતિમાં દોષ, દુર્ગુણો અને કુકર્મોની મિલાવટ કરી લીધી છે. જેનાથી પોતાને જેટલો કુકર્મી બનાવ્યો છે, તે એટલો જ દુ:ખી થયો થયો અને જેણે સત્કર્મોનો માર્ગ પકડ્યો તે એટલો જ પ્રગતિશીલ થઈ ગયો. મનુષ્યની ઉન્નતિ અને અવનતિના મૂળમાં તેના કર્મની જ પ્રધાનતા છે. જેમ જેમ આપણે કર્મ કરતા જઈએ છીએ અભ્યાસ વધતો જાય છે, તેમ તેમ અમારા મન પર આપણા દ્વારા કર્યા ગયા શુભ અને અશુભ કર્મોની રેખાઓ અંકિત થતી જાય છે. તેમના જ અનુરૂપ રુઝાન પેદા થતી જાય છે. પછી અમે એ જ રસ્તે ચાલી પડીએ છીએ. તેમ જ કર્મોમાં અમારી રૂચિ વધતી જાય છે. સંગી-સાથી, સહયોગી પણ અમને આવા જ વિચારવાળા મળે છે.