શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

ટૂંકી વાર્તા : ઘરમાં કામ શુ હોય ?

N.D


પતિના ઓફિસ ગયા પછી ઘરને એવુને એવું જ છોડીને તે કદી મેગેઝિન વાંચતી, તો કદી ટીવી ખોલીને બેસતી. સાંજનસમતેણઆમ જ પસાકર્યઅને પતિની રાહ જોવા માંડી. સાંજે પતિ મહારાજ આવ્યત્યારરોજની જેમ થાકા-માંદા લાગી રહ્યા હતા. એવુ લાગી રહ્યુ હતુ કે તેમના જેવડી મહેનત જાણે કોઈ કરતું જ ન હોય. રોજની જેમ 'હાય-હાય' કરીને સોફા પર પસરી ગયા અને ચા ની રાહ જોવા લાગ્યા.

થોડો સમય તો આમ જ નીકળી ગયો પછી તેનુ ધ્યાન ગયુ કે ઘરનું વાતાવરણ થોડુ બદલાયેલું છે. પત્નીને આમતેમ ખોળતાં તેઓ તેની પાસે પહોંચી ગયા.

આશ્વર્ય ! પત્ની કોઈ પુસ્તકને વાંચવામાં મશગૂલ હતી. પતિને જોઈને બોલી - 'અરે તમે આવી ગયા'.

અત્યાર સુધીમાં પતિનું ધ્યાન ઘરમાં પડેલા અસ્તવ્યસ્ત સામાન પર પડી જ ગયુ હતુ. રોજની જેમ જ સવારે પોતે ભીનો ટુવાલ પથારી પર જ ફેંકી દીધો હતો, જે આજે પહેલીવાર એવો ને એવો જ જોવા મળ્યો. ડ્રેસિંગ ટેબલ પર નાસ્તાની પ્લેટ, ચા ના મગ જે હવે સુકાઈને ગંદા થઈ પડ્યા હતા.

એટલું જ નહી પોતે જે નાઈટ સૂટ કાઢ્યો હતો તેનો પણ પાયજામો એવો ને એવો જ જમીન પર પડ્યો હતો. આખું ઘર આ રીતે વિખરાયેલું લાગતું હતુ. પતિ મહારાજનો ગુસ્સો સાતમે આસમાને પહોંચ્યો, માથા પર વળ ચઢી ગયા - 'શુ વાત છે ? આજે તારી અને ઘરની હાલત અસ્ત-વ્યસ્ત કેમ લાગે છે ? તબિયત તો સારી છે ને ? આમ તો સારી જ લાગી રહી છે.

પત્ની સહજતાથી બોલી - તબિયત તો સારી છે. ઘરની હાલત તો અસ્તવ્યસ્ત રહેશે જ.

પતિ ચોક્યોં - મતલબ ?

તમે રોજ મ્હેણાં મારો છો ને કે તમારા ઓફિસ ગયા પછી મને કામ શુ હોય છે હું કદી પણ વ્યવસ્થિત રીતે ગણાવી નથી શકતી અને બેવકૂફની જેમ એક જ શબ્દ બોલતી હતી કે કદી કરવું પડે તો ખબર પડે. તેથી આજે એ જ દિવસ છે. પત્નીની આંખોમાં મસ્તીની ચમક પણ હતી.

'હું સમજ્યો નહી ? પતિ થોડો ગભરાઈને બોલ્યો.

'આજે મેં એ બધા કામ નથી કર્યા, જે તમારા ઓફિસ ગયા પછી હું કરતી હતી. તમે એક-એક કામ કરતા જાવ તો તમને સમજાય જશે કે હું શું-શું કરુ છુ.

તમને કરતા જોઈને હું ગણતી જઈશ અને મને ખબર પડી જશે કે હું કેટલુ કામ કરુ છુ.

પતિ મોઢુ ખોલીને જોતો જ રહી ગયો, તેના મોઢામાંથી કોઈ શબ્દ ન નીકળી શક્યા.