શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By સીમા પાંડે|

વ્યાકુળતા

અરે મોતિયા સાંભળતો.
.
હા, શેઠાણી,’ પહેલીવાર શેઠાણીનો વિનતીથી ભરેલો સ્વર સાંભળી મોતિયા ભાગતી ભાગતી આવી.

‘તને “આમ્ટી” બનાવતા આવડે છે ? શેઠાણીએ પૂછ્યુ.

‘હા..હા.. કેમ ન આવડે ? આ તો અમારા ત્યાંની ખાસ વસ્તુ છે. ગામમાં તો હું એવી આમ્ટી બનાવતી હતી કે ગામ આખુ જાણી જતુ હતું કે આજે મોતિયાના ઘરે આમ્ટી બની છે....એની સુંગંધ એટલી સરસ કે કહેવાય જ નહિ..... સુંગંધ ની યાદ અને ભૂતકાળના અભિમાનના મળતા ભાવથી ની નાકની નથની ફુલાઈ ગઈ હતી.

‘ચાલ’ તો એવું કર , તુ મને જલ્દી આખી વિધિ બતાવી દે’. નોટ પર પેન જડીને શેઠાણીએ નિશ્ચિતતાથી આદેશ આપ્યો.

હવે વિધિ શુ બતાવવાની શેઠાણીજી, કોઈ દિવસ તમને બનાવીને ખવડાવી જ દઈશ.” હવે સુંગંધની સાથે સાથે તરલતા પણ તેના મોઢામાં ભેળવવા માંડી હતી.

‘એ તો ઠીક છે પણ કદી શેઠનુ ટ્રાંસફર થઈ ગયુ તો વિધિ તો મારી પાસે...’શેઠાણીએ બહાનું બનાવ્યું. અસલમાં એમની રુચિ વ્યંજનમાં નહી, પરંતુ વ્યંજન વિધિમાં હતી. “લોક વ્યંજન પ્રતિયોગિતામાં ભાગ જો લેવાનો હતો.

મોતિયા તો ખૂબ જ રસ લઈ લઈ ને વિધિ બતાવવા માંડી અને શેઠાણી એને ફટાફટ કાગળ પર ઉતારવા માંડી. લાલસાની તરંગો બંનેમાં એકસાથે ઉછાળા મારી રહી હતી. બંને વ્યાકુળ થઈ રહી હતી. તરસી ઉઠેલી મોતિયા પોતાની ભાવતી વાનગી એકવાર ફરી ચાખવા માટે જ્યારે શેઠાણી વણચીંધ્યાં વાનગી પર ઈનામ મેળવવા માટે.

ભાવાનુવાદ - કલ્યાણી દેશમુખ