બુશર્ટ

N.D
સાચુ કહુ તો મને શર્માજીથી ઘણી જ ઈર્ષા થતી હતી. વિચારતો હતો કે તેમને આટલા પૈસા ક્યાથી મળી જાય છે. દરરોજ નવી શર્ટ પહેરીને આવે છે ?

ટ્યુશનનો લઈ નથી શકતા. મારી પણ કોઈ ઉપરી ઈંકમ નહોતી અને ન તો શર્માજીની. હુ તો બે જ શર્ટને ઘસતો હતો.

આજે તો નવી બુશશર્ટ શર્માજી પર વિશેષ શોભી રહી હતી. મારાથી રહેવાયુ નથી, પૂછી જ લીધુ, 'શર્માજી, કેટલામાં ખરીદ્યો આ બુશશર્ટ ?

તેઓ ખૂબ જ ગર્વથી બોલ્યા - 'પચ્ચીસ રૂપિયામા; ?

હુ ચોંકી ગયો, 'માત્ર પચ્ચીસ રૂપિયામાં. એક ક્ષણ માટે તો થોભી ગયો. મેં પૂછ્યુ - ક્યાથી લીધો તમે ? મને પણ એકાદ અપાવી દો ને.

આ સાંભળી તેઓ બોલ્યા, - 'ચાલો, શાળામાંથી પાછા ફરતી વખતે યૂનિવર્સિટી કેમ્પસ થઈને જઈશુ, ત્યાં જ આ પ્રકારના ઈમ્પોર્ટેડ બુશશર્ટ મળે છે,.. બિલ્કુલ કેમ્પસની સામે જ.

હું ચોકી ગયો, વિદેશી કપદા... અને આટલા સસ્તા ?

અચાનક મારી નજર શર્માજીના બુશશર્ટના ખિસ્સા પાસે પડી, કશુક ફાટેલુ લાગી રહ્યુ હતુ અને મેં બુશશર્ટ ખરીદવાનો ઈરાદો બદલી નાખ્યો.

બીજા દિવસે જ્યારે શર્માજી સાથે ભેટ થઈ તો તેમણે પૂછ્યુ - 'શુ કાલે તમે બુશશર્ટ ખરીદી લીધો ?

મેં હસતા-હસતા જવાબ આપ્યો કે - 'ખરીદી તો ન શક્યો પરંતુ હા, મે એક રહસ્યની જાણ કરી લીધી.
આ સાંભળી શર્માજી ભડકી ઉઠ્યા - શુ ખબર પડી તમને ? એ જ ન કે વિદેશોમાં લોકો મરી જાય છે તો લાશના કપડાં ઉતારી તેમને વેચી દેવામાં આવે છે.... આ એ જ છે... હુ વિદેશીઓના ઉતારેલા જૂના કપડાં પહેરુ છુ.'

મને બિલકુલ જાણ નહોતી કે શર્માજી આ રીતે ગુસ્સો કરશે તેઓ હજુ પણ બોલી રહ્યા હતા. '... જ્યારે આપણુ સંવિધાન જ વિદેશીઓ દ્વારા પ્રયોગ કરનારી ભાષામાં લખી શકાય છે.. જ્યારે આપણી સરકાર વિદેશીઓના કાટ લાગેલા જૂના જહાજ અને તોપ ખરીદી શકે છે, જ્યારે આપણી ત્યા લોકો વિદેશમાં બનેલી સેક્સની ખોટી-વાસી ફિલ્મો મજા લઈને જોઈ શકે છે.. ત્યારે કશુ નહી. અને એક ગરીબ શિક્ષકે પોતાનુ શરીર ઢાંકવા માટે વિદેશીઓ દ્વારા ઉતારેલુ બુશશર્ટ શુ પહેરી લીધુ... તમારાથી રહેવાયુ નહી'.

વેબ દુનિયા|
(સૌજન્ય : લધુકથા)


આ પણ વાંચો :