મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By નઇ દુનિયા|

આ કેવી આધુનિકતા.....!!!

N.D
થોડા દિવસો પહેલા ઈન્દોર-ગાંધીનગર(શાંતિ એક્સપ્રેસ)ટ્રેન દ્વારા મારે વડોદરા જવાનુ થયુ, સ્લીપર કોચમાં મારી સાથે બેસેલા બધા પ્રવાસી ઉચ્ચ શિક્ષિત, વ્યવસાયી અને સારા ઘરના હતા. ઈન્દોર સ્ટેશન સ્ટેશન છૂટતા જ બધા પોત-પોતાના કામમાં લાગી ગયા, કોઈ મેગેઝીન વાંચી રહ્યુ હતુ, કોઈ પોતાની ડાયરીમાં કોઈ હિસાબ માંડી રહ્યા હ્તા. તો કોઈ મોબાઈલ પર ગીતો સાંભળવામાં મગ્ન હતા.

લગભગ બે કલાક પછી રતલામ પહેલા એવી ચર્ચા સાંભળવા મળી કે ટ્રેનમાં બોમ્બ છે. યાત્રીઓના મોબાઈલ ફોન પર ઘરેથી ફોન આવવા માંડ્યા કે ટીવી ન્યૂઝમાં બતાવવામાં આવી રહ્યુ છે ક આ ટ્રેનમાં બોમ્બ મૂક્યાની સૂચના છે.

ટ્રેન રોકાઈ, મુસાફરોને પોતાના સામાનની સાથે નીચે ઉતરવાની સૂચના આપવામાં આવી અને આખી ટ્રેનનુ પ્રશિક્ષિત કૂતરાઓ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યુ. બધા લોકોના મનમા ગભરાટ અને ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન જ કેટલાક લોકોએ પાછા ફરવાનુ નક્કી કર્યુ તો કેટલાક જલ્દી જલ્દી આગળની યાત્રા બસ કે ટેક્સીમાં જવાનુ નક્કી કરી લીધુ.

આ ભય અને મુશ્કેલીના થોડાક કલાકમાં પોતાના વ્યવ્હાર અને પહેરવેશથી મોર્ડન હોવાનુ પ્રમાણ આપતા લોકોની જ્યારે વાતો સાંભળી તો તેમના શિક્ષણ અને સમજદારીનુ આવરણ એક ક્ષણમાંજ ઉતરવા માંડ્યુ. એકનું કહેવુ હતુ કે આજે ઘરથી નીકળતાં જ છીંક આવી ગઈ હતી, તેથી લાગતુ જ હતુ કે કશુક અજુગતુ થશે.

બીજા વ્યક્તિનો રસ્તો બિલાડીએ કાપ્યો હતો તેથી તેઓ તો યાત્રા જ કરવા નહોતા માંગતા, પણ કોઈ જરૂરી કામ આવી જવાને કારણે જ નીકળવુ પડ્યુ અને આ જો આ ઘટના પણ બની ગઈ. તેથી તેઓ તો હવી આગળ જવા જ નહોતા માંગતા, ન જાણે આગળ શુ થઈ જાય ?

લોકોની આટલી ભીરુ અને અંધવિશ્વાસની વાતો સાંભળીને એક ફાંસ જેવુ ખુંચે છે કે અમે ભણેલા-ગણેલા હોવાનો દાવો કરી છીએ અને કેટલી સરળતાથી ગામવાળાઓને અને અભણોને ગામડિયો અને બેઢંગા કહીને તિરસ્કાર કરી દઈએ છીએ.
જ્યારે પોતે સૂટ-બૂટમાં મોબાઈલ અને લેપટોપથી સમજદાર લાગતા લોકોના વિચારો પણ આટલા સંકુચિત હોઈ શકે છે !