શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By ભીકા શર્મા|

ગાંધીજીના પત્રોના અનોખા સરનામાં (જુઓ ફોટા)

એ તો સૌ કોઈ જાણે છે કે અહિંસાના પૂજારી, સત્યાગ્રહી અને મહાન સ્વતંત્રતા સૈનાની ગાંઘી પ્રત્યે લોકોને વિશેષ પ્રેમ હતો. અને તે પ્રદર્શિત કરવા માટે તેઓ બાપૂને પત્ર પણ લખતા હતા. પણ બાપુનુ ક્યા કોઈ એક નિશ્ચિત સ્થાન હતુ. એ તો ક્યારેક અહી તો ક્યારેક ત્યા.. આવામા પત્ર પર ગાંધીજીનું સરનામુ શુ લખવામાં આવે.. અને પછી શરૂઆત થઈ ગાંધીજીના અનોખા સરનામાંની..

P.R

એક મહાશયે તો ન્યૂયોર્કથી એક પત્ર મોકલ્યો, તેમણે પત્ર પર ગાંધીજીનુ ચિત્ર બનાવીને સરનામાંના સ્થાન પર માત્ર ઈંડિયા લખી દીધુ.


P.R

એક પત્ર પર માત્ર એટલુ જ લખ્યુ હતુ કે ટૂ મહાત્મા ગાંધી, દિલ્હી.


P.R

એક પત્ર પર લખ્યુ હતુ ટૂ ગાંધીજી, નવી દિલ્હી.



P.R

એક પત્ર પર લખ્યુ હતુ ધ કિંગ ઓફ ઈંડિયા મહાત્મા ગાંધી યરવડા જેલ.


P.R

એકે લખ્યુ મહાન મહાત્મા ગાંધી શ્રીમાન, કલકત્તા, ભારત. અને સાથે જ લખ્યુ મુખ્ય પોસ્ટ ઓફિસ આ પત્રને યોગ્ય સ્થાને પહોંચાડે.


P.R

એકના સરનામાં લખ્યુ હતુ ધ ગ્રેટ અહિંસા નોબલ ઓફ ઈંડિયા, વર્ઘા.


P.R

કોઈએ લખ્યુ હતુ દુનિયાના ભગત મહાત્મા ગાંધી જ્યા હોય ત્યા...


P.R

અને એક પત્ર પર તો ફક્ત ગાંધીનો સ્ક્રેચ હતો.


P.R

એક પર લખ્યુ હતુ - દુનિયાના ભગત મહાત્મા ગાંધી, વર્ધા. આ પત્ર પર મોકલનારનુ નમ નગરસેઠ, ભીનમાલ લખ્યુ હતુ.