શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

ગુજરાત સાહિત્ય પરિષદનું 44મું અધિવેશન

P.R
ગુજરાતના સાહિત્યકારો વિશે શુ કહેવુ, તેમની રચનાઓ જ વાંચતા જ તેમના પ્રત્યે શ્રધ્ધાના ભાવ જાગે છે. આપણા સાહિત્યકારોને કારણે જ આજે આપણી ભાષામાં જીવ છે એ કહેવુ ખોટુ નથી. કવિ સુન્દરમના જન્મશતાબ્દી વર્ષમાં સામાન્ય રીતે ગુજરાતનું રાજકીય મથક તરીકે ઓળખાતા ગાંધીનગરમાં 20-22 ડિસેમ્બર દરમિયાન ટાઉન હોલમાં યોજાયેલી ગુજરાત સાહિત્ય પરિષદના 44માં અધિવેશને ગાંધીનગરની રાજકારણીઓની નગરી વિશેની છબી જ બદલી નાખી.

ગાંધીનગરની તમામ શૈક્ષણિક-સ્વૈચ્છિક, સામાજિક, સાંસ્કૃતિક અને સેવાકેય સંસ્થાઓની મદદથી ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આપણા પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકારોના ફોટા અને પંક્તિઓ સાથે આ શોભાયાત્રાને જુદી જુદી જગ્યાએ ફેરવવામાં આવી હતી. જાણીતા સાહિત્યકાર શ્રી ભોળાભાઈ પટેલના હાથે આ પ્રદર્શન ગૃહનું ઉદ્ઘાટન કરી તે વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. ગુજરાતી ભાષાનો ઉપયોગ વધારવા ગાંધીજીએ તૈયાર કરાવેલા સાર્હ્ત જોડણી કોશ ના આધરે 'સ્પેલ ચેકર' સોફટવેર તૈયાર કર્યુ છે જેની માહિતી ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી સુદર્શન આયંગરે આપી હતી.

આ પ્રદર્શનમાં એક સાંજે નરસિંહ મહેતાના જીવન પર આધરિત અદ્ભૂત પ્રસ્તુતિ 'વૃક્ષમાં બીજ તુ....' નાટ્યદ્રશ્ય, લાઈવ સંગીત અને ભવ્ય લાઈટિંગનો સમંવય રજૂ કરાયો. આ કાર્યક્રમ જોવા આવનારાઓને નરસિંહ ટોપી અને સ્ત્રીઓને કરતાલની ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી સલીલ મહેતા, દીપાંગી રાવલ, હેમંત નાણાવટી, કાવ્યા નાણાવટી, અતુલ પટેલ અને ચારુબહેન પટેલ જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. 15 દિવસ સુધી ચાલેલી આ પ્રદર્શનીમાં લગ્નગીતો, હાલરડાં, પ્રભાતિયાંગાન, શીધ્ર વાર્તા લેખન, કાવ્યપઠન, કાવ્યસર્જન, નિબંધલેખન, આરતી સુશોભન વગેરે સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમા 500થી વધુ વિદ્યાર્થીઓએ અને નાગરિકોએ ભાગ લીધો હતો. જે એ બતાવે છે કે આજે પણ ગુજરાતના સાહિત્ય પ્રત્યેનો રસ જીવંત છે.